ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી - પૃથ્વી નાગુભા માણેક

દેવભૂમિ દ્વારકાની સ્પેશિયલ પોસ્કો કોર્ટે 2017ના પોસ્કોના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 2017માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મુકામે રહેતી સગીર વયની બાળકી સાથે ઓખામાં રહેતા પૃથ્વી નાગુભા માણેકે દુષ્કર્મ આચર્યું હતું.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 19, 2020, 5:30 PM IST

દેવભૂમિ દ્વારકા: ઓખામાં રહેતી 15 વર્ષની સગીર વયની બાળકી પર પૃથ્વી નાગુભા માણેકે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ અવાર નવાર સગીરાની એકલતાનો લાભ લઇને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. જેની જાણ સગીરાની માતાને થતાં માતાએ સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.

પોસ્કોના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી

બાળકીની માતાએ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 10 /17 , IPC કલમ 376 ,447, 506 (2 )તથા પોસ્કો એક્ટની કલમ 4, 5 (એલ), 6, 12 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરે એક બાળકીને પણ જન્મ આપ્યો હતો.

સગીરાના DNA ટેસ્ટ તેમજ નિયત નમુના મેળવીને FSL કચેરી ગાંધીનગર ખાતે મોકલી દેવાતા વૈજ્ઞાનિક પુરાવા મેળવી નામદાર કોર્ટ ખંભાળીયા ચાર્જ સીટ કરવામાં આવેલ અને ખંભાળીયા એડિશનલ સેશન્સ જજ દ્વારા સ્પેશિયલ પોસકો કેસ નંબર 13 /17 થી ચલાવવામાં આવ્યો હતો.

FSL કચેરીના પુથકરણ અહેવાલો તથા સરકારી સાહેદોની જુબાની તેમજ જિલ્લા સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈને એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી પૃથ્વી માણેકને IPC કલમ 376/ હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક હજારનો દંડ અને દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા તેમજ સ્પેશિયલ પોક્સો એક્ટની કલમ હેઠળ 10 વર્ષની કેદની સજા અને રૂપિયા હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.