- આરટીઓ ખંભાળીયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
- અકસ્માતનું પ્રમાણ ખુબ વધ્યું છે. ટ્રાફિકના નિયમો આપણી સલામતી માટે છે
- નિયમો બાબતે સંપુર્ણ સાથ સહકાર આપવો જોઈએ જેથી અકસ્માતથી બચી શકીએ
દેવભૂમિ દ્વારકા: રોડ સલામતિ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી દેવભૂમિ દ્વારકામાં તા.18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રિય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનારી છે. આરટીઓ કચેરી ખંભાળિયા ખાતેથી જિલ્લા વિકાસ અધકારી ડી. જે. જાડેજાએ આ કાર્યક્રમનો શુભારંભ કરાવીને જણાવ્યું હતું કે, આજે અકસ્માતનું પ્રમાણ ખુબ વધ્યું છે. ટ્રાફિકના નિયમો આપણી સલામતી માટે છે આપણે બધાયે સલામતીના નિયમો બાબતે સંપુર્ણ સાથ સહકાર આપવો જોઈએ જેથી અકસ્માતથી બચી શકીએ.
સેફ્ટીને લગતા પેમ્પ્લેટનું વિતરણ, કોરોના વોરિયર્સનું સન્માન, રોડ સેફ્ટીના સ્લોગન ધરાવતા માસ્કનું વિતરણ
એ.આર.ટી.ઓ. મહેરાએ રાષ્ટ્રિય ટ્રાફિક માસ ૨૦૨૧ દરમ્યાન રોડ સેફ્ટી ને લગતા પેમ્પ્લેટનું વિતરણ, કોરોના વોરિયર્સનું સન્માન, રોડ સેફ્ટી ના સ્લોગન ધરાવતા માસ્કનું વિતરણ, ટ્રાફિક નિયમોનું પાલન કરતા વ્યક્તિઓનું સન્માન, રોડ પર ચાલતા હેવી તથા પેસેન્જર વાહનોમાં રેડિયમ રેફલેક્ટર લગાવવાનું કામ, ડ્રાઇવરના મેડિકલ તથા આંખોનાં કેમ્પ, રોડ રસ્તા પર રખડતા ઢોરનાં શિંગડા પર રેડિયમ લગાવવાની કામગીરી, બળદ ગાડા પર રેડિયમ લગાવવાની કામગીરી, ટોલ પ્લાઝા પર જન જાગૃતિના કાર્યક્રમ તેમજ રોડ સલામતિ ને લગતી ઓનલાઇન ચિત્ર, નિબંધ સ્પર્ધાનું આયોજન વગેરે જેવી પ્રવૃતિઓ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.