ઘટનાની જાણ થતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા લાપતા માછીમારોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઇ ભાળ મળી નથી ડૂબી ગયેલી બોટને રેસ્ક્યુ કરીને ઓખા લાવવામાં આવી હતી. આ અગે આજે ઓખા ફિશરીશ અધિકારી આર.આર.લશ્કરીએ જણાવ્યું કે, ટોટલ 7 માછીમારો બોટમાં ગયા છે, પરંતુ ઓખા ફિશરીશ કચેરીએ માત્ર 6 ની જ નોધણી કરાવી હતી.
1 ભરત મેણસી ચુડાસમા
2 દિનેશ બાલુ સોલંકી
3 ભૌતિક ગોવિદ સોલંકી
4 કચરા વસરામ સોલંકી
5 જેશા રુડા વંશ
6 અરવિદ ભગવાન ચુડાસમા