વ્હેલ સાર્ક ખુબજ વિશાળ શરીર ધરાવતું આ દરિયાઈ જીવ અન્ય નાના-નાના દરિયાઈ જીવને પોતાનો ખોરાક બનાવતા મુસીબતમાં મુકાઈ ગઈ અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. બુધવારે દ્વારકા-બેટ દ્વારકાની પાછળ ખાડીમાંથી વિશાળ વ્હેલ શાર્કનો મૃતદેહ મળી આવ્યો હતો. 5.76 મીટર લંબાઈ અને 2000 કિલો વજન ધરાવતી અંદાજે 10 વર્ષની ઉંમરની હોય તેવી એક વ્હેલ શાર્ક મૃત હાલતમાં મળી આવી હતી.
સ્થાનિક મરીન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ વ્હેલ શાર્ક વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી રક્ષિત અનુસુચિ એક દરિયાઈ જીવ છે. તેથી ઓખા મરીન કમાન્ડૉ અને દ્વારકા ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા મ્રુતદેહને ઓખા ખાતે જેટી પર લાવીને તેનો પી.એમ. કરવાની કાર્યવાહી ધરવામાં આવી છે.