દ્વારકા- થોડા દિવસોથી ચાલી રહેલો ફૂલડોલ ઉત્સવ (Dwarkadhish Temple Flower Festival )પૂર્ણ થયો છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યાં હતાં.
આ પણ વાંચોઃ DWARKA FULDOL UTSAV 2022: યાત્રાધામ દ્વારકા ખાતે બે વર્ષ બાદ ઉજવાશે ફુલડોલ ઉત્સવ
10 દિવસમાં ભીડ ઉમટી વ્યક્ત કરી ખુશી - દ્વારકાધીશના મંદિરે છેલ્લા 10 દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. ગઇકાલે (Holi 2022 )ઘૂળેટીના પાવન અવસર પર હાજર રહેલ હજારો ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને અબીલ અને ગુલાલથી રંગમાં રંગ્યા હતાં અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ Dhuleti 2022: દ્વારકા ફુલડોલ મહોત્સવમાં ઉમટ્યું માનવ મહેરામણ
હવે મંદિરની સફાઈ - આજ રોજ દ્વારકાધીશ મંદિરની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકાધીશ મંદિરમાં તંત્ર દ્વારા મંદિરનું સફાઇ કાર્ય હાથ (Dawarkadhish Temple Cleaning )ધરવામાં આવ્યું છે. B.V.G ગ્રુપ ખંભાળિયા, જામનગર, અમદાવાદ, દ્વારકા, જામનગર તેમજ સ્થાનિક સ્વયં સેવકો દ્વારા દ્વારકાધીશ મંદિરની સફાઈ કરવામાં આવી રહી છે.