દ્વારકાઃ દ્વારકામાં દ્વારકામાં અત્યાર સુધીમાં વૃક્ષ પડ્યાની કુલ 45 ફરિયાદો સામે આવી છે. 420 થી વધુ જેટલા વીજપોલને નુકસાની થઈ હોવાના રીપોર્ટ વીજવિભાગમાંથી મળ્યા છે. હાલ આ પરિસ્થિતીમાં તમામ લોકોને સલામત રીતે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. હાલ તોફાની પવન અને વરસાદ વચ્ચે ફૂડ પેકેટ નું વિતરણ અલગ અલગ સંસ્થા દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યા છે.
જાનહાનિ નથીઃ દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં વાવાઝોડાના પગલે ગત રાતે અંદાજે 125 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે વાવાઝોડા વચ્ચે આ બંને તાલુકામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા.
ગત રાતથી અત્યારસુધીમાં ૪૫ વૃક્ષો પડ્યાની અને 400 થી વધુ જેટલા વીજપોલને નુકસાન થયાની ફરિયાદો મળી છે. આ અંગે પી.જી.વી.સી.એલ. તેમજ વહીવટી તંત્રની ટીમો દ્વારા વિવિધ નુકસાનીનો સર્વે ચાલુ છે. જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં આ તમામ કામગીરી થઇ રહી છે. આ બંને તાલુકામાં કેટલાક પશુઓને ઇજા તેમજ મૃત્યુ થયાની માહિતી મળી છે.જે અંગે સર્વે ચાલુ છે. -પાર્થ તલસાણીયા (પ્રાંત અધિકારી)
તંત્ર એલર્ટ મોડ પરઃ વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમો એલર્ટ પર છે. વૃક્ષ કે વીજપોલ પડયાના સમાચાર મળે કે તરત તેને હટાવવાની કામગીરી કરવામાં આવે છે. દ્વારકા અને કલ્યાણપુર બંને તાલુકામાં ઊભા કરાયેલા આશ્રય સ્થાનોમાં તમામ સ્થળાંતરિત લોકો સલામત છે. હાલ પવન અને વરસાદ વચ્ચે પણ તેમને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. એક અંદાજ મુજબ, બંને તાલુકામાં આશરે 140 થી 150 જેટલા વૃક્ષો પડ્યા હોવાનો અંદાજ છે. જ્યારે આશરે 15થી 17 જેટલા કાચા મકાનો, ઝૂપડા પડ્યાની તેમજ બે પાકા મકાનને થોડું નુકસાન થયાના અહેવાલ મળ્યા છે.
- Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
- Cyclone Biparjoy Landfall Impact: પોરબંદરના 395 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે 90 જેટલી ટીમ કાર્યરત
- Cyclone Biparjoy Landfall Impact: નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ