ETV Bharat / state

Congress Chintan Shibir Dwarka: અંગ્રેજો સામે ઝૂક્યાં નથી તો ભાજપ શું ચીજ છે! ચિંતન શિબિરમાં કોંગ્રેસના BJP પર પ્રહાર

દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર (Congress Chintan Shibir Dwarka) યોજાઈ છે. ચિંતન શિબિરમાં જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. ચિંતન શિબિરમાં કોંગ્રેસ 125+ બેઠકો જીતવાનો રોડમેપ તૈયાર કરશે. સાથે જ અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરીને વ્યૂહરચના ઘડશે.

Congress Chintan Shibir Dwarka: અંગ્રેજો સામે ઝુક્યા નથી તો ભાજપ શું ચીજ છે! ચિંતન શિબિરમાં કોંગ્રેસના BJP પર પ્રહાર

author img

By

Published : Feb 25, 2022, 6:45 PM IST

દ્વારકા: ગુજરાત કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર દ્વારકા (Congress Chintan Shibir Dwarka)માં યોજાઈ છે. જેના પ્રથમ દિવસે આજે કાર્યકરો (Congress Workers Gujarat)ને સંબોધન સમયે કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખે ભાજપ પર તીખા પ્રહાર કર્યા હતા. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat assembly election 2022)ને લઈ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સતત 3 દિવસ સુધી ચિંતન અને મનન કરવના છે, જેમાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.

વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને વિધાનસભા ચૂંટણીને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે. જેમાં મહિલા અત્યાચાર (Violence against women), ભ્રષ્ટાચાર (corruption in gujarat), શિક્ષણ, બેરોજગારી (unemployment in gujarat) જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને વ્યૂહરચના ઘડાશે.

આ પણ વાંચો: GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં કોંગ્રેસ નક્કી કરશે ચૂંટણીની રણનીતિ, નેતાઓ શું કહ્યું જૂઓ..!

રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને આપશે માર્ગદર્શન

કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો (Gujarat Congress MLAs) દ્વારકા ચિંતન શિબિરની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચૂંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરશે. દ્વારકા ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના પ્રદેશ-જિલ્લા-તાલુકામાંથી 500થી વધુ નેતા (Gujarat Congress Leaders)-આગેવાનો ભાગ લેશે. કોંગ્રસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી દ્વારકા ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના સૌ કાર્યકરો-પદાધિકારીઓને માર્ગદર્શિત કરશે.

125+ બેઠકો જીતવા રોડમેપ તૈયાર કરાશે

કોંગ્રેસ પક્ષના તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ, કોર કમિટીના સભ્યો, કોર્ડિનેન્સ કમિટીના સભ્યો દ્વારકા ચિંતન શિબિરમાં ભાગ લઈ વિધાનસભાની ચૂંટણીમાં 125+ બેઠક જીતવા રોડમેપ બનાવશે. 3 દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, જનતાને સ્પર્શતા મુદ્દાઓ, ભાજપની નિષ્ફળતા સાથે ચાર્ટર ડિમાન્ડ રજૂ કરશે. 3 દિવસીય ચિંતન શિબિર બાદ 27મી તારીખે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને ગુજરાતની 6 કરોડ જનતા માટે દ્વારકા ડેકલેરેશન રજૂ કરશે.

આ પણ વાંચો: Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ

ધર્મ-અધર્મની લડાઈમાં સંખ્યા મહત્વની નથી - જગદીશ ઠાકોર

ચિંતન શિબિરમા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે, જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરાખોર છે. ભાજપનો સામનો કરવાની તાકાત દ્વારકાધીશ આપે તેવી આજે પ્રાર્થના કરી છે. સત્ય-અસત્ય, ધર્મ-અધર્મની લડાઈમાં સંખ્યા મહત્વની નથી. મહાભારત અને રામાયણમાં જ જોઈલો. કંસ-કૃષ્ણનું યુદ્ધ જોઈલો. તમામમાં સંખ્યા નહીં, પણ વિચાર અને વિચારધારા મહત્વની છે. 1885 પછી કેટલાય તડકા અને છાંયડા કોંગ્રેસમાં આવ્યા છે.

અંગ્રેજો સામે ઝુક્યા નથી તો ભાજપ શું ચીજ છે

તેમણે કહ્યું કે, મીડિયામાં આવતી નાની-મોટી વાતો પર અવગણના કરવી ખુબ જ જરૂરી છે. નિરાશા અને માયુશી કોંગ્રેસના વિચારમાં ન હોય. દ્વારકાની ભૂમિ પરથી નક્કી કરો કે, અંગ્રેજો સામે આપણે ઝુક્યા નથી તો ભાજપ શું ચીજ છે! આજે કોંગ્રેસ 5-10 લોકોથી ચાલતી પાર્ટી નથી, કરોડો કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે. દુનિયાની કોઈપણ તાકાત રૂપિયાથી કે દબાણથી ખરીદી કે દબાવી નહીં શકે જેથી આજે ચિંતન કરવું ખુબ જ જરૂરી છે.

ભારતીય જનતા પાર્ટી કેટલું મોટું પાપ કરી રહી છે - રઘુ શર્મા

કોંગ્રેસના પ્રદેશ સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માએ દ્વારકા ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધન આપતા જણાવ્યું કે, ધારાસભ્યો સાથેની બેઠકમાં મેં કહ્યું છે કે, 2022ની જે આપણી લડાઈ છે એમાં તમારામાંથી કોઈ એક મુખ્યપ્રધાન બનશે. રાહુલ ગાંધીએ એક જ વાત કહી હતી કે, ગુજરાતમાં ચિંતન શિબિરથી શરૂઆત કરવી છે. ગુજરાતમાં સાંપ્રદાયિક તાકતો સામે લડવું હોય તો કોંગ્રેસ સિવાય અન્ય કોઈ ગુજરાતમાં એવી પાર્ટી નથી. આજે દેશમાં ભારતીય જનતા પાર્ટી કેટલું મોટું પાપ કરી રહી છે. દેશના વડાપ્રધાન નેહરુજી જે 12 વર્ષ અંગ્રેજો સામેની લડાઈમાં જેલમાં ગયા એમના વિશે જેમ-તેમ બોલી રહ્યા છે.

લચ્છેદાર ભાષણ કરવાનો કોઈ અર્થ નથી

તેમણે જણાવ્યું કે, સાંપ્રદાયિક વિચારો (Sectarian thinking BJP) સાથે ભાજપ પાર્ટીનો ઉદય થયો હતો. ભારતમાં દરેક ભાષા અને જાતિના લોકો વસે છે. વડાપ્રધાન પદ પર રહીને ઇન્દિરા ગાંધી શહીદ થયા છે. ત્યારે આજે શિબિરમાં ચર્ચામાં આવનારા 18 જેટલા મુદ્દાઓથી પાર્ટીનું વિઝન નક્કી થઈ જશે. આજે ગુજરાતમાં ભાજપ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી પાર્ટી છે. જેટલા લોકોને કોંગ્રેસમાંથી લઈ જવા હોય એમને લઈ જાઓ. કોંગ્રેસ મુક્ત ભારતની વાત PM મોદી કરતા હતા. આજે સ્થિતિ જૂઓ. લચ્છેદાર ભાષણ કરવાનો કોઈ અર્થ નથી.

ગુજરાત મોડેલના નામ પર ફક્ત ભ્રમણાઓ ઊભી કરવામાં આવી

વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસ 5 નેતાઓથી ચાલતી કોંગ્રેસ નથી. લાખો કાર્યકર્તાઓ આજે પણ પાર્ટી સાથે છે. દેશનું વિભાજન કરનારી સત્તા હોય પણ 2022 અને 2024ના પરિણામ જોઈ લેજો, કંઈક અલગ જોવા મળશે. મારા મનમાં પણ શંકા હતી, પણ અહીંયા આવીને જોયું તો ગુજરાત મોડેલના નામ પર ફક્ત ભ્રમણાઓ ઊભી કરવામાં આવી છે. 2017માં સરકાર બનાવી અને 5 વર્ષનો જનાદેશ આપ્યો અને 4 વર્ષ બાદ સંપૂર્ણ પ્રધાનમંડળ બદલી નાખ્યું તો આવું કેમ થયું? નવા ચહેરાઓ લાવ્યા પણ રિમોટ કન્ટ્રોલ તો બીજા પાસે રહેલું છે અને એ પણ એવા વ્યક્તિ ઉપર જેના ઉપર 109 કેસો નોંધાયેલા છે. ત્યારે આજે ચૂંટણી લડવા માટેની પદ્ધતિ ઉપર ચર્ચા કરવાનો સમય આવ્યો છે. શું પરિવર્તન કરવું છે તેને લઈ ચર્ચા-વિમર્શ કરવો ખુબ જ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.