ETV Bharat / state

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારકાધીશના દર્શને, ETV BHARATના પ્રશ્નના જવાબમાં હાર્દિક ગુસ્સે ભરાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જ્યારથી નવા કાર્યકારી પ્રમુખ બન્યા છે, ત્યારથી તે મંદિરે દર્શનાર્થે જઇ રહ્યાં છે. હાર્દિક પટેલ આજરોજ દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા જ્યાં તેઓ પત્રકારોના સવાલ પર ગુસ્સે થયા હતાં.

author img

By

Published : Jul 21, 2020, 2:59 PM IST

કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારકાધીશના દર્શને

દેવભૂમિ દ્વારકા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે મંગળવારે યાત્રાધામ દ્વારકા ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે દર્શન કરવા આવ્યા હતાં. જ્યાં તેની સાથે ખંભાળિયા ભાણવડના ધારાસભ્યા અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિત કોંગ્રેસના આગેવાનો આવ્યા હતાં.

દ્વારકા પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂટને અવગણીને દ્વારકાધીશ મંદિરના મુખ્ય દરવાજા પાસેથી હાર્દિક પટેલ અને તેના સાથીઓએ પ્રવેશ કર્યો હતો. દ્વારકા પોલીસની વારંવાર સૂચના છતાં હાર્દિક પટેલના મહેમાનોએ સોશિયલ ડિસ્ટન્સ અને નિયમનો ભંગ કરી દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા હતાં.મુલાકાતને લઇ હાર્દિક પટેલે ETV BHARATના પ્રશ્નોના જવાબમાં ગુસ્સે ભરાયા હતા અને પ્રશ્નો સમજાઈ ગયા હોવા છતાં પણ નથી સમજાતા હોવાનો રાગ આલાપ્યો હતો. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં સમાવેશ થવા લાગ્યા છે, ત્યારે ભવિષ્યમાં પણ મોકો જોઈને શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે છે તેવા પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલને ગુસ્સો આવ્યો હતો અને જણાવ્યું કે સરકાર ભાજપની છે ભાજપને પૂછો તમે કોંગ્રેસની ચિંતા ન કરો તેવું જણાવીને ચાલતી પકડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.