ETV Bharat / state

સગીર વયે થયેલા પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, દ્વારકાનો આ કેસ બન્યો લાલ બત્તી સમાન - Gujarati News

દેવભૂમિ દ્વારકાઃ કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પણ જ્યારે આ પ્રેમ સમજ્યા વિનાની આંધળી દોટ મુકે છે. ત્યારે તેના પરિણામ આજના યુગમાં કેવા આવે છે. પ્રેમ શબ્દ આવતા લોકો કંઇક અલગ હોય એની કલ્પના કરતાં હોય છે. પ્રેમની પરિભાષા શબ્દોમાં વર્ણવી કવિઓ માટે પણ કઠિન રહી છે.

સગીર વયે થયેલા પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ આવ્યો,સમગ્ર સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો
author img

By

Published : May 3, 2019, 10:09 AM IST

ત્યારે અમે વાત કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકાની જ્યા સગીર વયની યુવતી સાથે પ્રેમ થયા બાદ ભાગેલા યુવકને આપઘાત કરી લેવો પડ્યો હતો. આ યુવકના આપઘાત બાદ અનેક સવાલો પણ ઉઠ્યા છે અને પરિવારજનોએ મૃતદેહને આખો દિવસ ન સ્વીકારીને ન્યાયિક તપાસની માંગ કરી હતી. આ સમગ્ર પ્રકરણ દ્વારકા જિલ્લામાં ખાસ ચર્ચાસ્પદ રહ્યું છે.

આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં નરસંગ ટેકરીમાં રહેતો 28 વર્ષિય યુવાન મૂરૂભા બૂધાભા માણેક 16 વર્ષની સગીરવય યુવતી સાથે પ્રેમમાં હોય તેની સાથે ભાગી જતા સગીરાના પરિવારજનો દ્વારા દિકરી સગીર વયની હોવાથી દ્વારકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા દ્વારકા પોલીસ દ્વારા આ દિશામાં તપાસ તેજ કરવામાં આવી હતી. આ યુવક 1 માસ બાદ હરિદ્વાર હોવાનું દ્વારકા પોલીસને લોકેશન મળતાં દ્વારકા પોલીસે હરિદ્વાર યુવતીના પરિવાર સાથે ટીમ મોકલી આરોપી અને ભોગ બનનાર પીડિતાને શોધવા 2 દિવસ સુધી શોધ આદરી હતી.

છેવટે પીડિતા સગીરા અને આરોપી યુવક મૂરૂભા બૂધાભા માણેક ઝડ્પાઈ જતા તેઓને દ્વારકા લાવવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી, પરંતુ ટ્રેન બીજા દિવસની હોવાથી પોલીસ ટીમની સાથે હરિદ્વારની ધર્મશાળામાં ત્રીજા માળે રોકાયા હતા.

સગીર વયે થયેલા પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ આવ્યો,સમગ્ર સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો

જ્યાં રાત્રીના 9:45 ના સમયે જમવા જતી વખતે પોલીસકર્મી જ્યારે રૂમને લોક કરી રહ્યો હતો એવા સમયે આરોપી યુવક ત્રીજા માળેથી કુદી જતા નીચે પડતા તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો અને પોલીસ દ્વારા આ મૃતદેહને દ્વારકા ખાતે લઇ જવા તજવીજ હાથ ધરી હતી.

વાત આ પ્રેમની અહીથી અટકી નથી જતી, મૃતકના મૃતદેહ દ્વારકા ખાતે આવ્યા બાદ એકના એક દીકરાનો મૃતદેહ લેવાનો તેની માતા અને અન્ય પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. આ સાથે જ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ખુબ મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થઈ તટસ્થ તપાસ અને જવાબદારોને સજા થાય તેવી માંગ કરી હતી.

આ મામલો ભારે ચર્ચાસ્પદ બનતા અનેક અગ્રણીઓએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યા હતા. મૃતકના પરિવારજનો પીડિતા યુવતીના પરિવારજનો અને પોલીસ જવાનોને યુવકના મૃત્યુના જવાબદાર માનવામાં આવ્યા હતા. તેમના વિરૂધ્ધ પગલા લેવાની માંગ કરવામાં હતી. આ તરફ પોલીસ પોતાની આ મામલે કોઇ ભૂલ ન હોવાનું જણાવી સી.સી.ટી.વી ફૂટેજ પણ બતાવી પોતાનો પક્ષ રજૂ કરી રહી છે અને મૃત્યુ પાછળ પોલીસની કોઇ ભૂમિકાના હોઈ તટસ્થ તપાસ કામગીરી કરી હોવાનું જણાવી રહ્યા છે.

ત્યારે આ મામલામાં આ મૃતક 2 યુવતીને સાથે લઈ ગયો હતો અને બીજી જે સગીરા હતી, તેની સાથે તેના અન્ય મિત્ર જીજ્ઞેશને પ્રેમ હતો. જીજ્ઞેશ વિઠ્ઠલભાઇ ચાવડા પણ હરિદ્વાર જવાનો હતો અને આ 2 સગીરા સાથે ગયેલા મૂરૂભા સાથે જીજ્ઞેશ પણ કચ્છથી ત્યાં પહોંચવાનો હતો, પરંતુ જીજ્ઞેશને પોલીસે હરિદ્વાર પહોંચે તે પહેલા જ કચ્છ હોઇ આ બનાવના પગલે દ્વારકા પોલીસ સ્ટેશન રજૂ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અને આ જીજ્ઞેશના પિતા વિઠ્ઠલભાઇ ચાવડાએ પણ આ બનાવના કારણે દવા પીને આપઘાત કરતાં આ પ્રેમ પ્રકરણમાં 2 જીંદગી હોમાઈ ગઈ હતી. જે મૂરૂભા બૂધાભા માણેક 28 વર્ષિય યુવક હતો તે પણ પિતાની છત્રછાયા ગુમાવી બેઠો હતો અને પોતાની માંનો એક માત્ર દિકરો હતો અને 2 બહેનો અને પોતાની માંને આખી જીંદગી દુઃખના અશ્રુ આપી ગયો.

ત્યાં બીજી તરફ બીજા યુવક જિગ્નેશના પિતાએ આપઘાત કરતાં તે પરિવારમાં પતિ અને પિતાની છત્રછાયા પરીવારજનોએ ગુમાવી હતી અને આખરે નાદાનીમાં થયેલી ભૂલમાં સગીરાઓ તો ઘરે પરત ફરી છે, પણ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી છે, તેમાં શાબાશીના બદલે ટીકા મળી રહી છે. પોલીસે સી.સી.ટી.વી ફૂટેજ પણ બતાવ્યા છે.

આખરે સગીરાઓને દ્વારકા લાવી તેમનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે, પરંતુ આ પ્રકરણમાં પ્રેમમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો તો બીજા યુવકના પિતાએ જીવ ગુમાવ્યો છે. પ્રેમની યાત્રાનો આ હતો કરૂણ અંજામ...જરૂર છે માતા-પિતાએ જાગવાની અને સંતાનો પર ધ્યાન રાખવાની.

એન્કર - દ્વારકા તેમજ સમગ્ર સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો,સગીર વયે થયેલા પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ આવ્યો.

એંકર   -   કેહવાય છે કે પ્રેમ આંધળો હોઇ છે પણ જ્યારે આ પ્રેમ સમજ્યા વિનાની આઁધળી દોટ મુકે છે ત્યારે તેના પરિણામ આજ ના યુગમા કેવા આવે છે આવો જોઈએ...

  વીઓ - પ્રેમ શબ્દ આવતા લોકો કાંઇક અલગ એની કલ્પના કરતાં હોઇ છે પ્રેમ ની પરિભાષા શબ્દોમા વર્ણવી કવિઓ માટે પણ કઠિન રહી છે ત્યારે અમે વાત કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકાની જ્યા સગીરવયની યુવતી સાથે પ્રેમ થયા બાદ ભાગેલ યુવકને આપઘાત કરી લેવો પડ્યો તો આ યુવકના  આપઘાત  બાદ અનેક સવાલો પણ ઉઠ્યા છે અને પરિવારજનો એ લાશને આખો દિવસ ના સ્વીકારીને ન્યાયિક તપાસની માંગ કરી હતી આ સમગ્ર પ્રકરણ સમગ્ર દ્વારકા જીલ્લામા ખાસ ચર્ચાસ્પદ રહ્યુ 

   વીઓ - આ સમગ્ર ઘટનાની જો વાત કરવામા આવે તો દ્વારકામા નરસંગ ટેકરીમા રહેતો 28 વર્ષિય યુવાન મૂરૂભા બૂધાભા માણેક 16 વર્ષની સગીરવય યુવતી સાથે પ્રેમમા હોય તેની સાથે ભાગી જતા સગીરાના પરિવારજનો દ્વારા દીકરી સગીરવય ની હોઇ દ્વારકા પોલીસ સ્ટેશનમા અપહરણની ફરિયાદ નોઁધાવતા દ્વારકા પોલીસ દ્વારા આ દિશામા તપાસ તેજ કરવામા આવી હતી આ યુવક એક માસ બાદ હરિદ્વાર હોવાનુ દ્વારકા પોલીસને લોકેશન મળતાં દ્વારકા પોલીસે હરિદ્વાર યુવતીના પરિવાર સાથે  ટીમ મોકલી આરોપી અને ભોગ બનનાર પિડિતાને શોધવા બે દિવસ સુધી હરિદ્વારમા મેહનત કરવી પડી આખરે પિડિતા સગીરા અને આરોપી યુવક મૂરૂભા બૂધાભા માણેક ઝડ્પાય જતા તેઓને દ્વારકા લાવવાની તજવીજ પોલીસે હાથ ધરેલ પરંતુ ટ્રેન બીજા દિવસની હોઇ પોલીસ દ્વારા હરિદ્વાર ધર્મશાળામા ત્રીજા માળે રોકાયા હતા જ્યા રાત્રીના 9:45 ના સમયે જમવા જતી વખતે પોલીસ ક્રમિ જ્યારે રૂમને લોક કરી રહ્યો હતો એવા સમયે આરોપી યુવક મૂરૂભા બૂધાભા માણેકે ત્રીજા માળેથી કુદી જતા નીચે પડતા તેમના માથાના ભાગે ગમ્ભિર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવેલ પરંતુ ત્યા તેનુ મૌંત થતા લાશને પી.એમ માટે લઈ જવાય હતી અને પોલીસ દ્વારા આ લાશને દ્વારકા પહોંચડાવામા આવેલ.

   વીઓ - વાત આ પ્રેમ ની અહી થી અટકી નથી જતી મ્રુતક ની લાશ દ્વારકા ખાતે આવ્યા બાદ એક ના એક દીકરાની લાશ લેવાનો તેની માતા અને અન્ય પરિવારજનોએ ઇનકાર કરેલ હતો અને દ્વારકા પોલીસ સ્ટેશનમા ખૂબ મોટી સંખ્યામા સમાજના લોકો એકઠા થઈ તટસ્થ તપાસ અને જવાબદારો ને સજાની માંગ કરી હતી અને ન્યાય નહી મળે તો લાશ સ્વીકારવાનો ઇનકાર કરતાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બનતા અનેક અગ્રણીઓએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યા હતા મ્રુતકના પરિવારજનો પિડિતા યુવતીના પરિવારજનો અને પોલીસ જવાનોને મૌતના જવાબદાર ગણી તેમના વિરૂધ્ધ પગલા લેવાની માંગ કરતું હતુ તો પોલિસ પોતાનો આ મામલે કોઇ ભૂલ ના હોવાનુ જણાવી સી.સી.ટી.વી ફુટેજ પણ બતાવી પોતાનો પક્ષ રજૂ કરી રહી છે અને મૌંત પાછળ પોલીસની કોઇ ભૂમિકા ના હોઇ તટસ્થ તપાસ કરી કામગીરી કરી હોવાનુ જણાવી રહી છે.ત્યારે આ મામલામા આ મ્રુતક બે યુવતીને સાથે લઈ ગયેલ હતો અને બીજી જે સગિરા હતી તેની સાથે તેના અન્ય મિત્ર જીગ્નેશને પ્રેમ હતો જીગ્નેશ વિઠ્ઠલભાઇ ચાવડા
પણ હરિદ્વાર જવાનો હતો અને આ બે સગિરા સાથે ગયેલા મૂરૂભા સાથે  જીગ્નેશ પણ કચ્છથી ત્યા પહોંચવાનો હતો પરંતુ જીગ્નેશને પોલીસે હરિદ્વાર પહોંચે તે પહેલા કચ્છ હોઇ આ બનાવના પગલે દ્વારકા પોલીસ સ્ટેશન રજૂ થયેલ પોલીસના જણાવ્યા અનુસાર અને આ જીગ્નેશના પિતા વિઠ્ઠલભાઇ ચાવડાએ  પણ આ બનાવ કારણોસર દવા પી ને આપઘાત કરતાં આ પ્રેમ પ્રકરણમા બે જિંદગી હોમાઈ ગઈ જે મૂરૂભા બૂધાભા માણેક 28 વર્ષિય યુવક હતો તેના પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલ હતો અને પોતાની મા નો એક માત્ર દિકરૉ હતો અને બે બહેનો અને પોતાની મા ને આખી જીંદગીનુ દર્દના આંસુ આપી ગયો તો બીજી તરફ બીજા યુવકના પિતાએ આપઘાત કરતાં તે પરિવારમા પતિ અને પિતાની છત્રછાયા પરીવારજનોએ ગુમાવી હતી અને આખરે નાદાનીમા થયેલ ભૂલમા સગીરાઑ તો ઘરે પરત ફરી છે પણ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે હાલ તો પોલીસ દ્વારા આ કામગીરી જે રિતે કરવામા આવી તેમા શાબાશીના બદલે ટીકા મળી રહી છે પોલિસે સી.સી.ટી.વી ફુટેઝ પણ બતાવ્યા છે આખરે  સગીરાઓને દ્વારકા લાવી તેમનુ મેડિકલ કરાવી આગળની તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે પણ આ પ્રકરણમા પ્રેમ મા એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો તો બીજા યુવકના પિતાએ જીવ ગુમાવ્યો છે પ્રેમ ની સફરનો આ હતો કરુણ અઁજામ...જરૂર છે મા બાપને જાગવાની...સંતાનો પર ધ્યાન રાખવાની..

બાઈટ  ૦૧ ;- બી. દેકાવાડીયા, પી.આઈ.,દ્વારકા પોલીસ સ્ટેશન .
બાઈટ  ૦૨ ;-  રાયાભા માણેક, મૃતક યુવાનના કાકા.દ્વારકા.
બાઈટ  ૦૩ ;-  મોંઘીબેન માણેક, મૃતક યુવાનના માસી.દ્વારકા 
રજનીકાંત જોષી 
ઈ.ટી.વી. ભારત,દ્વારકા. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.