સૌરભભાઈ પટેલે ETV BHARATની ટીમને મુલાકાત અંગે જણાવ્યું હતું કે, યાત્રાધામ બેટ દ્વારકાને આગામી દિવસોમાં એક યાત્રાધામની સાથે-સાથે ટુરિઝમ તરીકે પણ વિકાસાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનું આયોજન છે.
બેટ દ્વારકા એક અન્ડરવોટર કેબલ દ્વારા વીજ પુરવઠો આપવામાં આવતો પહેલો ટાપુ છે. આ કેબલમાં અનેકવાર ફોલ્ટ થતા વીજ પુરવઠો પહોંચાડવામાં અને સમસ્યાઓ થઈ રહી છે. સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે આજે બેટ દ્વારકામાં PGVCL જેટકો અને નેશનલ હાઇવે ઓથોરિટી જોડે 1 બેઠક કરવામાં આવી હતી. ટૂંક સમયમાં બેટ-દ્વારકામાં 66 કેવી સબ સ્ટેશનનું આયોજન કરવામાં આવશે.
દ્વારકાની જેમ બેટ દ્વારકામાં પણ અંડરગ્રાઉન્ડ કેબલનું પણ એક આયોજન છે. ગુજરાત સરકાર દ્વારા પીવાના પાણીની સાથે ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર પુલ અને અન્ય વિકાસના કામો માટે રૂપિયા 18 હજાર કરોડન કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
આમ, દ્વારકાની મુલાકાતે આવેલાં ઊર્જા પ્રધાને સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપીને પ્રજાને વિશ્વાસમાં લેવાનો પ્રસાસ કર્યો હતો.