ETV Bharat / state

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડાની અસરમાં દ્વારકામાં બે દિવસમાં બે ટાવર તૂટી પડ્યાં, હર્ષ સંઘવી દોડી ગયાં - બિપરજોય

મંગળવારે બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ દ્વારકામાં પ્રસાર ભારતીનો 90 મીટ૨નો જર્જરિત ટાવર તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજે પણ વધુ એક ટાવર તૂટી પડવાના સમાચાર મળ્યાં છે. દ્વારકા રુપેણ બંદરે જીએમબીનું ટાવર ભારે પવનના કારણે પડી ગયું છે. હર્ષ સંઘવી ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડાની અસરમાં દ્વારકામાં બે દિવસમાં બે ટાવર તૂટી પડ્યાં, હર્ષ સંઘવી દોડી ગયાં

author img

By

Published : Jun 14, 2023, 7:01 PM IST

દુર્ઘટના પહેલાં સાવધાની

દ્વારકા : બિપરજોય વાવાઝોડામાં દ્વારકા જિલ્લામાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટના ટાળવા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. દ્વારકામાં ગઇકાલે પ્રસાર ભારતીનો ટાવર આ હેતુથી તોડી પાડવામાં આવ્યો હતો. ત્યાં આજે વાસ્તવિક સ્થિતિએ ભારે પવનના કારણે જીએમબીનો તોતિંગ ટાવર તૂટી પડવાના સમાચાર સામે આવ્યાં છે.

જીએમબીનો ટાવર પડતાં હર્ષ સંઘવી દોડી ગયાં : દ્વારકાનાં રુપેણ બંદરે જીએમબીનો ટાવર વધુ પવનને લીધે ધરાશાયી થયો હતો. ગુજરાત મેરી ટાઇમ બોર્ડનું આ ટાવર હતું. ટાવર પડવાની જાણ થતાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઘટના સ્થળે દોડી ગયાં હતાં. તેઓ બિપરજોય વાવાઝોડાને લઇને તંત્રની કામગીરી પર દેખરેખ રાખવા દ્વારકામાં છે ત્યારે ટાવર પડવાની જગ્યાએ નિરીક્ષણ કર્યું હતું અને જરુરી નિર્દેશો આપ્યાં હતાં.

જીએમબી ટાવર પડતાં હર્ષ સંઘવી પહોંચ્યાં
જીએમબી ટાવર પડતાં હર્ષ સંઘવી પહોંચ્યાં

90 મીટ૨નો જર્જરિત ટાવર : દ્વા૨કામાં દૂરદર્શનનો 90 મીટ૨નો જર્જરિત ટાવર તોડી પાડવામાં આવ્યો છે. હાલ આવા વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ દ્વારકામાં આવેલ દૂરદર્શનનો 90 મીટરનો ટાવર અધિકારીઓ દ્વારા નીચે ઉતારી લેવામાં આવ્યો છે. આ ટાવરને તોડવામાં નિશ્ચિત દિશા નક્કી કરી કોઈપણ જાનહાનિ કે માલહાનિ વગર કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

ટાવર પડી જાય એવી સ્થિતિ હતી : બિપરજોય વાવાઝોડા સમયે અતિ ભારે પવન ફૂંંકાવાની શક્યતા છે ત્યારે જર્જરિત થઇ ગયેલો ટાવર પડી જાય એવી સ્થિતિ હતી. જે કોઇ વ્યક્તિની ઉપર પડે કે કોઇ મિલકત પર પડે તો નુકસાન થાય તેવી પૂરી શક્યતાઓ હતી. ત્યારે આ પ્રકારની કોઇ પણ અનિચ્છનીય દુર્ઘટના ટાળવા જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ 90 મીટરનો ટાવર ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

12 જૂને ક્ષતિગ્રસ્ત થયો : બિપરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનો હાઇ પાવ૨ ટ્રાન્સમિશન ટાવર તારીખ 12 જૂનના રોજ ક્ષતિગ્રસ્ત થયો હતો. 90 મીટર જેટલો ઉંચો આ ટાવર બિપરજોય વાવાઝોડાંને કા૨ણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી. આથી, જિલ્લા વહીવટી તંત્રે મામલતદા૨ મા૨ફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક ઉતારી લેવા નવી દિલ્હી સુધી વિનંતી કરી હતી.

પ્રતિકૂળ પરિસ્થતિની વચ્ચે કાર્યવાહી : આ વિનંતીને લઇને આકાશવાણી-રાજકોટના ઉપમહાનિર્દેશક ૨મેશચંદ્રે તાત્કાલિક દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ ટાવરને તોડી પાડવા મંજૂરી માંગી હતી. પ્રસારભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ તત્કાળ મંજૂરી આપતાં 13 જૂને સવા૨થી જ ૨મેશચંદ્ર ઉપરાંત ઉપનિર્દેશક પ્રવીણ ભંખોડિયા, સહાયક ઇજનેર દિવાકર ચોરસિયા સહિતની ટીમ દ્વારકા પહોંચી હતી અને ટાવરને તોડવાની કામગીરી શરૂ કરાવી હતી. ત્યારે મંગળવારે સાંજ સુધીમાં દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરી દેવામાં આવી હતી.

સમયસર તોડી પાડ્યો : આમ, બિપો૨જોય ચક્રવાતની અસ૨થી નેવું મીટરના વિશાળકાય ટાવરને ધરાશાયી થવા દેવાને બદલે સમયસર તોડી પાડીને પ્રસારભારતીએ દુર્ઘટના નિવા૨ી છે. જોકે લાંબા સમયથી જે કામ ન થયું તે વાવાઝોડા દરમિયાન થઇ જતાં દ્વારકાવાસીઓને રાહતનો અનુભવ થયો હતો.

  1. Dwarka News: બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે પ્રસાર ભારતીના અધિકારીઓએ અગમચેતીથી જાનહાની ટળી
  2. Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
  3. Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.