ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ 4 તાલુકામાં શનિવારે મોડી રાત્રીથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ વરસાદનું આગમન થવાથી વાતાવરણ ઠંડક પ્રસરી છે.

etv bharat
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
author img

By

Published : Jun 21, 2020, 5:04 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના લોકો ગરમી અને ઉકળાટને કારણે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે શનિવારે મોડી રાત્રીએ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના તમામ 4 તાલુકા ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકામાં વારસાનું આગમન થયું હતું. વરસાદનું આગમન થવાથી સમગ્ર વાતારણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

જિલ્લાના ભાણવડમાં વધુ વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે ચારે તરફથી નદીઓના વહેણ નીકળી પડ્યા હોય, તેવા દ્રશ્યો સર્જાયા હતા.

etv bharat
વરસાદની માહિતી

જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદ પડતાં સાની ડેમમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ છે. જેથી ડેમમાંથી પીયત કરતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાના શરૂઆતી વરસાદમાં જિલ્લાના મોટા ભાગના ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું. જેથી શનિવારે આવેલા વરસાદે આ વાવેતરને પાણી પૂરૂં પાડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.