ETV Bharat / state

દ્વારકામાં ફેરીબોટ સર્વિસના ટેક્સમાં થયો વધારો, ફેરીબોટ એસોસિએશને સેવા બંધ કરવાની ઉચ્ચારી ચિમકી - boat

દ્વારકા: ઓખા અને બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના બર્થ ભાડામાં વધારો થયાનો નિર્ણય ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા લેવાયો છે. આ નિર્ણયના વિરોધમાં એક માસ બાદ ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય બોટ એસોસીએશનને કર્યો હતો જેને લઇને જીએમબી ઓખા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

ફેરીબોટ સર્વિસના બર્થ ભાડામાં વધારાને લઇને આવેદનપત્ર પાઠવ્યું
author img

By

Published : May 3, 2019, 8:30 AM IST

યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા હજારો શ્રધાળુઓ આવે છે. ઓખા બંદરની જેટી પરથી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા સંચાલિત ફેરીબોટ સર્વિસ દ્વારા બેટ દ્વારકા જવું પડે છે. આ ફેરીબોટ સ્થાનિક લોકોની માલિકીની હોય છે. જે ગુજરાત મેરીટાઈમ બોર્ડને બર્થ ચાર્જીસ સાથે ૧૮ % જેટલો જી.એસ.ટી. ભરવો પડે છે. જે ફેરીબોટના કુલ વજન ઉપર ગણતરી કરી વસુલવામાં આવે છે. અત્યાર સુધીમાં બર્થ ચાર્જીસમાં બોટના વજન એટલે કે 1 ટન વજનના રૂપિયા 4 હતા જે વધારીને 1 ટન વજનના રૂપિયા 95 જેટલા કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકોમાં રોષ વ્યાપી ગયો છે. કારણકે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના રૂપિયા 8500 જેટલો બર્થ ચાર્જ આવતો હતો, તે હવે 12 ગણો વધીને રૂપિયા 95 હજાર થયો છે.

ફેરીબોટ સર્વિસના બર્થ ભાડામાં વધારાને લઇને આવેદનપત્ર પાઠવ્યું

બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવી અંદાજે 175 બોટો ચાલે છે. એક બોટમાં 4 થી 5 કર્મચારીના હિસાબે એક હાજર પરિવારની રોજી રોટી છીનવાઈ શકે તેમ છે. આ ભાવ વધારા સામે એસોસિએશન દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અહીંની તમામ બોટો આવતા 30 દિવસ બાદ એટલે કે 07/06/2019થી હડતાલ ઉપર ઉતરી જશે. જેથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનો તમામ વહીવટ અને આવક જાવક બંધ થઇ જશે. ત્યારે ઓખા જીએમબીને ફેરીબોટ એસોસિએશન બેટ દ્વારકા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એક માસમાં તેનો યોગ્ય નિકાલ નહીં કરાય તો ફેરીબોટ સર્વિસ બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

એંકર -- ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ ના બર્થ ભાડા માં થયો વધારો ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા લેવાયેલ આ નિર્ણય ના વિરોધ માં એક માસ બાદ ફેરબોટ સર્વિસ બંધ કરવાનો બોટ એસોસીએશન નો નિર્ણંય આજ રોજ જીએમબી ઓખા ખાતે આપ્યું આવેદન પત્ર 

વીઓ 01  - યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા હજારો શ્રધાળુઓ આવે છે.ઓખા બંદર ની જે.ટી. પર થી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા સંચાલિત ફેરીબોટ સર્વિસ દ્વારા બેટ દ્વારકા જવું પડે છે.આ ફેરીબોટ સ્થાનિક લોકોની માલિકીની હોય છે.જે ગુજરાત મેરી ટાઈમ બોર્ડને બાર્થ ચાર્જીસ સાથે ૧૮ % જેટલો જી.એસ.ટી. ભરવો પડે છે.જે ફેરીબોટના કુલ વજન ઉપર ગણતરી કરી વસુલવામાં આવે છે.અત્યાર સુધી બર્થ ચાર્જીસ માં બોટના વજન એટલે કે  ૧ ટન વજન ના રૂ ૪ હતા જે વધારીને ૧ ટન વજનના રૂ 95 જેટલા કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.કારણકે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના  રૂ 8500 જેટલો ચાર્જ બર્થ આવતો હતો તે હવે  ૧૨ ગણું વધીને રૂ 95 હજાર જેટલો ભરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે 

બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવી અંદાજે 175 બોટો ચાલે છે.એક બોટમાં  ૪ થી ૫ કર્મચારી નો હિસાબે એક હાજર પરિવારની રોજી રોટી છીનવાઈ શકે તેમ છે.આ ભાવ વધારા સામે  એસોસિએશન દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો જો આ ભાવ વધારો પાછો ખેચવામાં નહી આવે તો અહીની તમાંમ બોટો આવતા 30 દિવસ બાદ એટલે કે 07/06/2019 થી હડતાલ ઉપર ઉતરી જશે જેથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનો તમામા વહીવટ અને આવક જાવક બંધ થઇ જશે.ત્યારે આજ રોજ ઓખા જીએમબી ને ફેરીબોટ એસોસિએશન બેટ દ્વારકા દ્વારા આવેદન પત્ર પાઠવ્યું અને એક માસ માં આનો યોગ્ય નિકાલ નહિ કરાય તો ફેરીબોટ સર્વિસ બંધ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે 

બાઈટ  ૦૧  ;-  ભરતભાઈ રાઠોડ ,બોટ માલિક, બેટ-દ્વારકા 

બાઈટ 02  -     અલાના હસન , ફેરીબોટ એસો. પ્રમુખ , બેટદ્વારકા   

બાઈટ 03  -   એ આર ચૌધરી , હેડ ક્લાર્ક ,  જીએમબી , ઓખા .

રજનીકાંત જોષી 
ઈ.ટી.વી. ભારત, દ્વારકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.