ખંભાળિયાના તમામ વેપારીઓનો સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય
સોમવારથી મોટાભાગના ધંધા-રોજગાર બપોરે ત્રણ વાગ્યા બાદ બંધ
કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય
દેવભુમિ દ્વારકા: જિલ્લાના જામખંભાળીયામાં વેપારી એસોસિએશને સ્વયંભૂ લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હાલ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને વેપારીઓએ આ નિર્ણય લીધો છે.
આશરે 700 જેટલી દુકાનો 20 જુલાઈથી 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોર ત્રણ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે.