- જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધાયો વધારો
- પૂનમબેન માડમે કુંભ મેળામાથી પરત આવેલા લોકોનો RT-PCR ટેસ્ટ કરવા જણાવ્યું
- જિલ્લાને RT-PCR ટેસ્ટ માટે એક લેબ આપવાની જાહેરાત CM રૂપાણીએ કરી છેઃ સાંસદ પૂનમબેન માડમ
દ્વારકાઃ ટેસ્ટિંગ, ટ્રેકીંગ અને સર્વેની કામગીરીથી કોરોના દર્દીઓ મળે તેમને દરેક પ્રકારની આરોગ્યની માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે તાકીદે આયોજન કરી વ્યવસ્થા કરવા પ્રધાન જવાહર ચાવડાએ સૂચના આપી હતી. ઓક્સિજનનો પુરવઠો પુરતો મળી રહે, આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવામાં આવે અને આરોગ્ય કેન્દ્રોમાં જ પ્રાથમિક સુવિધાઓ સાથે પ્રાથમિક સારવાર મળી રહે, આ ઉપરાંત જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દી માટે બેડ વધારવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓને સારવારમાં ખુટતી કડીઓને જોડી દર્દીઓની સારવાર સુવ્યવસ્થિત થાય તે રીતે આયોજન કરવા આરોગ્ય તંત્રને પ્રધાને સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત
કુંભ મેળામાં ગયેલા લોકોનો સર્વે કરવામાં આવેઃ સાંસદ પૂનમ માડમ
પ્રધાને રેમડેસીવીર ઇન્જેક્શનનો પુરવઠો જળવાઇ અને જરૂરીયાતમંદ દર્દીને મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. સાંસદ પૂનમ માડમે દેવભૂમિ દ્વારકામાંથી કુંભ મેળામાં ગયેલા વ્યક્તિઓનો સર્વે કરી માહિતી મેળવવામાં આવે અને તેમનો RT-PCR ટેસ્ટ કરાવી નેગેટીવ આવ્યા બાદ જ ઘરે જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આજે મંગળવારે જામનગર ખાતેથી મુખ્યપ્રધાન રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાને RT-PCR ટેસ્ટ માટે એક લેબ આપવાની જાહેરાત કરી છે તેમ સાંસદે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વલસાડ અને સંઘપ્રદેશમાં 2 દિવસમાં 437 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 11ના મોત
ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ સહિતનાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, કલેક્ટર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધીકારી ડી. જે. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કે. જાની., જિલ્લા આરોગ્ય અધિકારી સોંદરવા, જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેડેન્ટ માટાની, ભાજપ અગ્રણી મયુરભાઇ ગઢવી, પી. એસ. જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.