ETV Bharat / state

મીઠાપુરની ટાટા કેમિકલ કંપનીના નોર્ધન યાર્ડ નજીક લાગી આગ

દ્વારકા તાલુકાના મીઠાપુરની ટાટા કેમિકલના નોર્ધન યાર્ડમાં આવેલા ખુલ્લા ગોડાઉનમાં કોલસાના જથ્થામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વધુ સ્વરૂપ પકડી લેતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા, જેથી એક સમયે તો અફરાતફરી થઈ ગઈ હતી. પરંતુ ટાટા કેમિકલ્સના ફાયર ડિપાર્ટમેન્ટે તાત્કાલિક બે ટેન્ક દ્વારા સ્થળ પર પહોંચી આગને તુરત જ કાબૂમાં લઈ લીધી હતી.

author img

By

Published : Nov 8, 2020, 4:07 AM IST

મીઠાપુરની ટાટા કેમિકલ કંપનીના નોર્ધન યાર્ડ નજીક લાગી આગ
મીઠાપુરની ટાટા કેમિકલ કંપનીના નોર્ધન યાર્ડ નજીક લાગી આગ
  • મીઠાપુરની ટાટા કેમિકલ કંપનીના નોર્ધન યાર્ડ નજીક લાગી આગ
  • ગોડાઉનમાં કોલસાના જથ્થામાં અચાનક આગ લાગી
  • ફાયર ડિપાર્ટમેન્ટે તાત્કાલિક બે ટેન્ક દ્વારા આગ પર મેળવ્યો કાબુ

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના દ્વારકા તાલુકાના મીઠાપુરની ટાટા કેમિકલના નોર્ધન યાર્ડમાં આવેલા ખુલ્લા ગોડાઉનમાં કોલસાના જથ્થામાં અચાનક આગ લાગી હતી. જો કે, ટાટા કેમિકલ્સના ફાયર ડિપાર્ટમેન્ટે તાત્કાલિક બે ટેન્ક દ્વારા સ્થળ પર પહોંચી આગને તુરત જ કાબૂમાં લઈ લીધી હતી.

આગને લઈ મેનેજમેન્ટે આપ્યા તપાસના આદેશ

આઝાદી પહેલાના વિશ્વ વિખ્યાત ટાટા ગ્રૂપના મીઠાપુર સ્થિત ટાટા કેમિકલના એકમમાં આગ લાગવાથી સ્થાનિક મેનેજમેન્ટ અને મુંબઈ સ્થિત હેડ ઓફીસનું મેનેજમેન્ટ પણ હરકતમાં આવી ગયું હતું અને તુરત જ આગને કાબૂમાં લેવું તેમજ ક્યા કારણોસર આગ લાગી તેના તપાસના આદેશો આપવામાં આવ્યાં હતા.

સદનસિબે કોઈ જાનહાની નહિં

ટાટા કેમિકલના પ્લાન્ટથી ખુબ જ દૂર આગ લાગવાથી પ્લાન્ટને કોઈ જાતની નુકસાની થઈ ન હતી. તેમ જ સ્થળ ઉપર કોઈ કર્મચારીઓ નહીં હોવાને કારણે કોઈ જાનહાની પણ થઈ ન હતી. તેમ કંપની પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.