દેવભૂમિ દ્વારકાઃ ચાઇના દ્વારા ફેલાવવામાં આવેલો કોરોના વાઇરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ વાઇરસથી બચવા માટે રેડીમેટ માસ પણ ચાઇના સમગ્ર વિશ્વમાં વહેંચી રહ્યું છે.
દ્વારકાનો એક એવો પરિવાર કે જે નિશુલ્ક માસ્કનું કરે છે વીતરણ ભારત અને ગુજરાતમાં પણ આ ચાઇનાથી આવેલા માસ્ક મોંઘા ભાવે વેચાઇ રહ્યા છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં રહેતા બે યુવાનો વિપુલભાઈ અને પરેશભાઈ બજારમાં માસ્ક લેવા ગયા તો જાણવા મળ્યું કે, હોલસેલમાં આઠથી દસ રૂપિયામાં આવતા આ માસ્ક વીસથી પચ્ચીસ રૂપિયામાં વેચાઈ રહ્યા છે.લોકો પણ મજબૂરીથી ચાઇનાના માસ્ક લે છે, પરંતુ આ બંને મિત્રોને મનમાં દેશદાઝ લાગી આવતા પોતાના ઘરે જઈને ચોખા કોટનના કાપડમાંથી પોતાના પરિવારને પણ સાથે કામે લગાડીને માસ્ક બનાવવાનું શરૂ કર્યું.
વિપુલભાઈ અને પરેશભાઈના પરિવારજનોએ પણ આ સેવામાં મદદ કરી, બંને પરિવારની મહિલાઓ ઘરે સંચા ઉપર માસ્ક બનાવી અને આ બંને ભાઈઓ દ્વારકા શહેરની શેરીએ શેરીએ ફરીને લોકોને નિસુલ્ક માસ્ક વહેંચવાની કામગીરી આરંભી દીધી. અને લોકોને જણાવ્યું કે, આ માસ્ક તમે ગરમ પાણીથી ધોઈને સેનેટાઇઝરથી સાઇ કરી ફરીથી પહેરી શકશો.