દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયા તાલુકામાં આભ ફાટ્યું છે. ખંભાળિયા સાંજના 6 થી 8 દરમિયાન 11.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે દિવસ દરમિયાન તાલુકામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દરિયાઈ પટ્ટીમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેથી NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ જિલ્લાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ખંભાળિયામાં 11 ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં હાઈવેમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ઉપરાંત ખંભાળિયાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આ સાથે જ અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયાની ઘટના પણ બની હતી.