કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે ગિરિનગર સાપુતારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ અને આરોગ્યકર્મીઓની એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જેને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મેઘા મહેતાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ બાઇક રેલીમાં સ્થાનિક આયુસ તબીબી અધિકારીશ્રી ડો.કોમલ ખેંગાર સહિત સાપુતારા, ગલકુંડ અને સાકરપાતળ આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય સુપરવાઇઝરો, અને એમ.પી.એચ.ડબ્લ્યુ. વિગેરે જોડાયા હતા. તમાકુ અને તમાકુની વિવિધ બનાવટો સામે ચેતવણીના સંદેશ સાથે નિકળેલી આ જનજાગૃતિ બાઇક રેલીએ, સાપુતારાના મુખ્ય માર્ગો ઉપર ફરી જનચેતના જગાવી હતી.