ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ડાંગ જિલ્લામાં આજરોજ ડાંગનાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગની તમામ રેંજ કચેરીઓનાં વનકર્મીઓનાં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

world environment day celebration  in dang
ડાંગ જિલ્લામાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
author img

By

Published : Jun 5, 2020, 6:12 PM IST

ડાંગ: આજરોજ ડાંગનાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગની તમામ રેંજ કચેરીઓનાં વનકર્મીઓનાં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

world environment day celebration  in dang
ડાંગ જિલ્લામાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો પ્રકૃતિથી ઘેરાયેલો વિસ્તાર છે. ડાંગ જિલ્લાની વનસંપદા સમૃધ્ધ બને અને તેનું સંવર્ધન થાય તે માટે વન વિભાગ સજાગ છે. ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ડાંગ જિલ્લાનાં ઉત્તર અને દક્ષિણ વિભાગનાં ડી.સી.એફ અગ્નિશ્વર વ્યાસ તથા દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ શુક્રવારે ઉત્તર અને દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ શામગહાન,ચીખલી, સાકરપાતળ, ચિચીનાગાવઠા, ગલકુંડ, આહવા પૂર્વ,આહવા પશ્ચિમ,પીપલાઈદેવી, સુબિર, સિંગાણા,કાલીબેલ,ભેંસકાતરી બરડીપાડા,લવચાલી રેંજમાં ફરજ બજાવતા કર્મીઓએ પોત પોતાના વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સોશિયલ ડિસ્ટનસિંગ સાથે વૃક્ષારોપણ કરી વનોનાં સંવર્ધન માટે શપથ લીધી હતી.

ડાંગ જિલ્લો વર્ષોથી પોતાના જંગલો માટે પ્રખ્યાત છે. અહીં અમુક વિસ્તારમાં ઘનઘોર જંગલો આવેલા છે. સાથે વિવિધ પ્રકારની વનસ્પતિ અને ઔષધિય વૃક્ષોની સાથે કિંમતી ઇમારતી સાગનાં જંગલો આવેલ છે. ત્યારે આ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વન વિભાગ દ્વારા દરેક રેંજમાં વૃક્ષારોપણ કરીને ખાસ ઉજવણી કરી હતી.

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ડી.સી.એફ.અગ્નિશ્વર વ્યાસ,ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ ઉત્તર અને દક્ષિણ ડિવિઝનમાં ફરજ બજાવતા આર.એફ.ઓ, ફોરેસ્ટર,બીટગાર્ડ,તેમજ દવગાર્ડ સહિતનાં કર્મીઓએ પોતાના રેંજ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટનસિંગની સાથે માસ્ક પહેરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી લોકજીવનને નવો સંદેશો પૂરો પાડયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.