ETV Bharat / state

ડાંગ જિલ્લાના અધિકારીઓ સાથે તકેદારી આયુક્ત સંગીતા સિંઘે બેઠક યોજી - પ્રિવેન્ટિવ વિજિલન્સ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સેવા સદન ખાતે રાજ્યના તકેદારી આયુક્ત સંગીતા સિંઘે જિલ્લાના અધિકારી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના તકેદારી આયુક્તનાં સંગીતા સિંઘે 'સતર્કતા સપ્તાહ' ઉજવણીનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.

ડાંગ જિલ્લાના અધિકારીઓ સાથે તકેદારી આયુક્ત સંગીતા સિંઘે બેઠક યોજી

author img

By

Published : Dec 29, 2020, 10:08 AM IST

  • ડાંગમાં રાજ્યના તકેદારી આયુક્તે જિલ્લાના અધિકારીઓ સાથે કરી બેઠક
  • તકેદારી આયુક્તે 'સતર્કતા સપ્તાહ' ઉજવણીનો અભિગમ સ્પષ્ટ કર્યો
  • તકેદારી આયુક્તે જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈને વહિવટીતંત્રની સરાહના કરી
  • તમામ સેવાઓ ડિજિટલ સ્વરૂપે પૂરી પાડવામાં આવે તેના પર મુકાયો ભાર
    ડાંગ જિલ્લાના અધિકારીઓ સાથે તકેદારી આયુક્ત સંગીતા સિંઘે બેઠક યોજી
    ડાંગ જિલ્લાના અધિકારીઓ સાથે તકેદારી આયુક્ત સંગીતા સિંઘે બેઠક યોજી

ડાંગઃ તકેદારી આયુક્તે જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2020 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં યોજાયેલા “સતર્કતા સપ્તાહ”ની ઉજવણી અને તેના હેતુનો ખ્યાલ આપતા ગુજરાત તકેદારી આયુક્ત સંગીતા સિંઘે સાંપ્રત સ્થિતિમાં આયોજિત જિલ્લા સતર્કતા સમિતિની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. આ અંગે સંગીતા સિંઘે આ સમિતિના કાર્યો અને જવાબદારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરતા સમિતિના ગઠન, તેની ભૂમિકા, સમિતિના સભ્યોની જવાબદારી, સંમિલિત વિભાગોના પ્રતિનિધિઓ, સમિતિના સભ્યોની નિમણૂક જેવી બાબતે વિસ્તૃત છણાવટ કરી ઝિણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં સંગીતા સિંઘે લોકાભિમુખ વહિવટ માટે પ્રિવેન્ટિવ વિજિલન્સ સંદર્ભે જરૂરી ટ્રેનિંગ મોડ્યુલ અંગે માર્ગદર્શન આપ્યું

લોકાભિમુખ વહિવટ અને સત્તાના વિકેન્દ્રિકરણ જેવી બાબતે સમજ આપતા આયુકતે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે મોટા ભાગની સેવાઓ જ્યારે ડિજિટલ સ્વરૂપે પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે દરેક ક્ષેત્રની કામગીરી ઉપર ચોક્કસ નિરીક્ષણ એ પ્રિવેન્ટિવ વિજિલન્સ માટે ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. જિલ્લા કક્ષાએ વિજિલન્સ ક્ષેત્રે થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીનો સમાવેશ કરીને ન્યૂઝ લેટર્સ, અને બૂકલેટ માટે માહિતીનું આદાનપ્રદાન થાય તે જરૂરી છે તેમ જણાવતા સંગીતા સિંઘે લોકાભિમુખ વહિવટ માટે પ્રિવેન્ટિવ વિજિલન્સ સંદર્ભે જરૂરી ટ્રેનિંગ મોડ્યુલ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યના તકેદારી આયુક્તે જિલ્લાના મુખ્ય વિભાગો દ્વારા પ્રિવેન્ટિવ વિજિલન્સ માટે લેવાયેલા પગલાંની વિગતો મેળવી

ગુજરાત તકેદારી આયુક્ત દ્વારા આગામી દિવસોમાં હાથ ધરાનારા નવીન અભિગમનો ખ્યાલ આપી સંગીતા સિંઘે જિલ્લાની “કોરોના” ની સ્થિતિ બાબતે જિલ્લા વહિવટીતંત્રના પ્રયાસોની સરાહના કરી હતી. જિલ્લા લાંચ રૂશ્વત અને વિરોધી અને તકેદારી સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા હાથ ધરી હતી. તેમણે જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય સ્તરે પૂરી પડાતી સેવાઓની વિગતો પણ મેળવી હતી. એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા કાયદામાં થયેલા સુધારા-વધારા બાબતે તૈયાર કરાયેલા સાહિત્ય, બૂકલેટ વ્યાપક જનસમુદાય સુધી પહોંચે તેવી પણ તેમને આ બેઠકમાં અપીલ કરી હતી. તકેદારી આયુક્તે જિલ્લાના મુખ્ય વિભાગો દ્વારા પ્રિવેન્ટિવ વિજિલન્સ માટે હાથ ધરાયેલા પગલાંની પણ વિગતો મેળવી હતી.

રાજ્યના તકેદારી આયુક્ત તરીકે નિયુક્તિ બાદ સંગીતા સિંઘ પહેલી વખત ડાંગ આવ્યા

રાજ્યના તકેદારી આયુક્ત તરીકે સંગીતા સિંઘની નિયુક્તિ બાદ જિલ્લાની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ડાંગ કલેક્ટર એન. કે. ડામોરે તેમનું સ્વાગત કર્યું હતુ. કલેક્ટરે જિલ્લાની પ્રાથમિક માહિતીથી પણ આયુક્તને અવગત કરાવ્યા હતા. જિલ્લામાં હાથ ધરાતા વિવિધ વિકાસ કામો અને જન સમુદાય માટેની જુદી જુદી સેવાઓ બાબતે જિલ્લાના અધિકારીઓ માટે સમય મર્યાદામાં અને ગુણવત્તાલક્ષી કામગીરી માટેનો સિદ્ધાંત અમલી બનાવ્યો છે તેમ જણાવતા કલેકટરે જુદા જુદા સર્વિસ પ્રોવાઈડર વિભાગોની સેવાઓ માટે જિલ્લા અને તાલુકા કક્ષાની ટીમનું ગઠન કરવામા આવ્યું છે તેમ પણ જણાવ્યું હતું.

આહવા ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાત રાજ્ય તકેદારી આયોગના નાયબ સચિવ બી. એમ. પટેલ, એન્ટિ કરપ્શન બ્યૂરો-સુરતના નાયબ નિયામક સરવૈયા, ડાંગના નાયબ વન સંવરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા, પ્રાયોજના વહિવટદાર કે. જી. ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. બી. ચૌધરી, પ્રાન્ત અધિકારી કાજલ ગામિત સહિતના જિલ્લા કક્ષાના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.