ETV Bharat / state

ડાંગ: જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી - weather in saputara

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ઋતુચક્રનો મિજાજ બગડતા ડાંગ જિલ્લાનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા અનેક સહેલાણીઓ પણ ડાંગની મુલાકાતે ઉમટી પડ્યા હતા. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી માવઠાનાં પગલે શિયાળુ પાકોને જંગી નુકસાન થતા ડાંગી ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

author img

By

Published : Dec 13, 2020, 6:22 PM IST

  • ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ
  • વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું

ડાંગ: ગિરિમથક સાપુતારા, આહવા, સુબિર, વઘઇ સહીત સરહદીય તેમજ પૂર્વપટ્ટીનાં પંથકોમાં શનિવારે રાત્રે અને રવિવારે બપોર સુધી માવઠું યથાવત રહેતા સર્વત્ર પાણી-પાણી જોવા મળ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી સાપુતારા અને આહવા પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. જ્યારે ડાંગનાં વઘઇ સહીત સુબિર અને પૂર્વપટ્ટીનાં પંથકોમાં મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ તૂટી પડતા આ પંથકમાં આવેલ નાનકડા કોતરડા અને વહેળાઓ પાણીથી છલોછલ ભરાયા હતા.

જોવાલાયક સ્થળો ઉપર પ્રવાસીઓની ભીડ જામી

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ બોટનીકલ ગાર્ડન, ગીરાધોધ વઘઇ, કીલાદ કેમ્પ સાઈટ, મહાલ, ડોન હિલ રિસોર્ટ, દેવીનામાળ કેમ્પ સાઈટ, શબરીધામ સુબિર સહિતનાં પ્રવાસન સ્થળોએ રવિવારે વરસાદી માહોલની વચ્ચે ઠંડકમય વાતાવરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ધૂમ્મસના વાતાવરણની વચ્ચે ઠંડાગાર પવનોને કારણે ફરવા આવેલા પ્રવાસીઓ ઠંડીથી ઠુઠવાયા હતા.

વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

ડાંગ જિલ્લાનાં સાપુતારા, વઘઇ, આહવા, સુબિર સહીતનાં પંથકોમાં માવઠાનાં પગલે દિવસભર ઠંડીની અસર વર્તાઈ હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે દિવસભર ઠંડીની અસર વર્તાતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.