ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ઝરમરીયો વરસાદ, સાપુતારામાં 1 ઈંચ - ડાંગ જિલ્લામાં વરસાદ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહીતનાં પંથકોમાં શનિવારે દિવસ દરમિયાન ધીમી ગતિનો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ઝરમરીયો વરસાદ, સાપુતારામાં 1 ઇં.ચ

author img

By

Published : Aug 22, 2020, 10:24 PM IST

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા 14 દિવસથી વરસાદ વરસવાથી સમગ્ર પંથકોમાં પાણી પાણીનાં નીર રેલામ છેલ થયા છે.

સતત બે સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદનાં પગલે ડાંગ જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીનાં વહેણ તેજ બન્યા છે. ડાંગ જિલ્લામાં ઓગષ્ટ મહિનામાં વરસાદી માહોલ જામતા જંગલ વિસ્તારમાં આવેલા નદી, નાળા, વહેળા, કોતરડા, ઝરણા અને જળધોધમાં પાણીની આવક જોવા મળી રહી છે સાથે ડાંગ જિલ્લાની પ્રકૃતિ પણ હિલોળે ચડી છે.

ડાંગ જિલ્લામાં ઓગષ્ટ મહિનાનાં ચોથા સપ્તાહમાં વરસાદી મહેરે ભારે વરસાદ ખાબકતા અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓને જોડતા અનેક નીચાણવાળા કોઝવે સતત છઠ્ઠા દિવસ સુધી ઊંડા પાણીમાં ગરક રહેતા સ્થાનિક જનજીવન સહીત પશુપાલન પ્રભાવિત બન્યુ હતુ.

તેવામાં ગતરોજ શુક્રવારે રાત્રીનાં અરસા દરમિયાન અને શનિવારે દિવસ દરમિયાન ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલી બેલ, પીંપરી, બરડીપાડા, મહાલ, સુબિર, સિંગાણા, લવચાલી, પીપલાઈ દેવી, પીપલદહાડ, ચીંચલી, આહવા, બોરખલ, ગલકુંડ, માંળુગા સહીત સરહદીય વિસ્તારનાં પંથકોમાં ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ પડતા ડાંગી જનજીવને રાહતનો શ્વાસ લીધો હતો.

ડાંગ જિલ્લાનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શનિવારે વરસાદી હેલીઓની વચ્ચે ગિરિકન્દ્રાઓ પર ગાઢ ધુમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા સમગ્ર સ્થળો મનમોહક બન્યા હતા, વધુમાં શનિવારે રજા પણ હોય જેથી પ્રકૃતિ રસિયા અમુક પ્રવાસીઓ સાપુતારાની સહેલગાહે ઉમટી પડયા હતા. પરંતુ ગતરોજ શુક્રવારે ગિરિમથક સાપુતારામાં પ્રથમ વખત 08 જેટલા એકી સામટા કોરોનાનાં કેસ નોંધાતા સંક્રમણનાં ભયનાં પગલે અગમચેતી રાખી સ્થાનિક લારી ગલ્લા એસોશિએશન દ્વારા શનિવારથી થોડા દિવસો માટે સાપુતારાની તમામ દુકાનો બંધ રાખતા પ્રવાસીઓનાં રંગમાં ભંગ પડ્યો હતો.

સાપુતારા ખાતે શનિવારે તમામ લારી ગલ્લા બંધ રહેતા સાપુતારાનું સ્વાગત સર્કલ ધુમમ્સીયા વાતાવરણમાં એકલવાયુ ભાસી ઉઠ્યુ હતુ. ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 17 મિમી, વઘઇ પંથકમાં 17 મિમી, સુબીર પંથકમાં 16 મિમી,જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 28 મિમી અર્થાત 1.12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.