- ડાંગ જિલ્લામાં બે અલગ-અલગ ગંભીર અકસ્માત સર્જાયા
- સાપુતારા ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો
- મહાલથી બરડીપાડા ઘાટમાર્ગમાં સિમેન્ટનો જથ્થો ભરેલો ટ્રક પલટી ગયો
- ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ
ડાંગઃ નાસિક તરફથી માલસમાનનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં પલટી મારી ગયો હતો. ટેમ્પોની બ્રેક ફેઈલ થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં માલસામાનનાં જથ્થામાં તૂટફૂટ સહિત આઇસર ટેમ્પાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.
ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો
જ્યારે બીજા બનાવમાં આહવાથી મહાલ થઈ બરડીપાડાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં મહાલ-બરડીપાડા ઘાટ માર્ગમાં સિમેન્ટનો જથ્થો ભરેલા ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ બીજા અકસ્માતનાં બનાવમાં પણ ટ્રક સહીત સિમેન્ટનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક સહીત ક્લીનરનાં શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.