- 'કોરોના' સંદર્ભે ઉદભવેલી પરિસ્થિતિની સમીક્ષા અંગે બેઠક યોજાઇ
- કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતમાં ડાંગ વહીવટી તંત્રની બેઠક યોજાઇ
- પ્રધાને ગ્રામીણ વિસ્તારના 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ'ની મુલાકાત લીધી
ડાંગઃ 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં તૈયાર કરાયેલા શ્રેણીબદ્ધ 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ'ની મુલાકાત લેતા કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાએ જિલ્લા સેવા સદન ખાતે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે
ગણપત વસાવાએ ગ્રામીણ વિસ્તારોના 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ'ની મુલાકાત લીધી
ગણપત વસાવાએ સુબિર તાલુકાના ટીમ્બરથવા, શિંગાણા, સુબિર, પીપલદહાડ સહિત આહવા તાલુકાના પીમ્પરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગ્રામીણ સમિતિના સહયોગથી તૈયાર કરાયેલા 'કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ' સહિત પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
![ડાંગ જિલ્લામાં 2 કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-oxij-avb-gj10029_16052021095044_1605f_1621138844_213.jpg)
ગ્રામીણ વિસ્તારોની મુલાકાત વેળાએ પ્રધાને ગામ સમિતિ સાથે પણ જરૂરી ચર્ચા કરી હતી
કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાએ અહીં ઉપલબ્ધ સાધન સુવિધાઓનો તાગ મેળવી પુરી પાડવામા આવતી સેવાઓની પણ પૃચ્છા કરી હતી. ગ્રામીણ વિસ્તારોની મુલાકાત વેળાએ પ્રધાને ગામ સમિતિ સાથે પણ જરૂરી ચર્ચા કરી, કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને ગ્રામીણ સ્તરે જ સારવાર સુશ્રુશા ઉપલબ્ધ કરાવીને તાલુકા અને જિલ્લાની સંસ્થા પરનો ભારણ ઘટાડવાનો પણ અનુરોધ કર્યો હતો.
![ડાંગ જિલ્લામાં 2 કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-oxij-avb-gj10029_16052021095044_1605f_1621138844_577.jpg)
ડાંગને કોરોના મુક્ત બનાવવા સહયોગ સાથે કામ કરવા પ્રધાને અનુરોધ કર્યો
ડાંગ જિલ્લાને ફરીથી 'કોરોના મુક્ત' બનાવવાની દિશામા સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન તથા સહયોગ સાથે કામગીરી કરવાનો અનુરોધ કર્યો હતો. કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાએ સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, આયુર્વેદિક હોસ્પિટલ અને દવાખાના વગેરેની કામગીરી નિહાળી જરૂરી સૂચનો કર્યા હતા.
આ પણ વાંચોઃ પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરાઈ
કોરોના સંદર્ભે મળેલી બેઠકમાં ડાંગ વહીવટી તંત્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ઇન્ચાર્જ કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ કોરોનાની સ્થિતિનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો. નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોરે બેઠકનુ સંચાલન કરતા પૂરક વિગતો રજૂ કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિત ધારાસભ્ય વિજયભાઈ પટેલ, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા સહિત, આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.