સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં મહારાષ્ટ્ર હદથી માલસામાન ભરીને આવી રહેલી આઇસર ટેમ્પો (GJ- 03 -BW -0325) ના ડ્રાઈવર ખાઈમાં ટેમ્પો ધસી જવાના ભયથી બચાવ માટે ભેખડ સાથે ટેમ્પોને અથડાવ્યો હતો. ટેમ્પો ડ્રાઈવર મુત્તમભાઈ મિશ્રા જણાવે છે કે, હરિયાણાથી આવી રહેલા ટેમ્પો ચાલકે તેના ટેમ્પોને ટક્કર મારતાં તેને સ્ટૅરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. વળી, ધૂમ્મસમય વાતાવરણના કારણે રસ્તાઓ પણ સાફ દેખાતાં નહોતા. જેથી પોતાની ગાડીને ખાઈમાં પડી જવાથી રોકવા અને સ્વબચાવ માટે ગાડી ભેખડ સાથે અથડાવી દીધી હતી.
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ડ્રાઈવરને નજીવી ઇજા પહોંચી હતી. તેણે ઇજાગ્રસ્ત હાલતામાં પોતે જ 108 ને ફોન કરી બોલાવી હતી. તો અકસ્માત જોતાં જ સ્થાનિકો પણ મદદે આવ્યા હતાં. મળતી વિગતોનુસાર, ગઇકાલે સાપુતારા ઘાટમાર્ગમાં ત્રણથી ચાર જગ્યાએ ટ્રક અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. આમ, વરસાદી વાતાવરણના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.