ETV Bharat / state

ડાંગના આહવામાં આદિજાતિ પ્રધાન ગણપત વસાવાએ રૂપિયા 1 કરોડ 63 લાખના વિકાસના કામનું ખાતમુહૂર્ત કર્યું - ડાંગ આહવા ન્યુઝ

ડાંગ જિલ્લામાં પધારેલા વન, આદિજાતિ અને મહિલા બાળકલ્યાણ પ્રધાન ગણપતસિંહ વસાવાએ શનિવારે આહવા ખાતે કેશવ કમલ કોમ્પ્લેક્ષ ખાતેથી નગર વિકાસના કુલ રૂ.1કરોડ 63 લાખના કામોનું ખાતમુહુર્ત કર્યું હતું. આ અંતર્ગત પુજા વિધી દ્વારા આહવામાં રોડ વગેરેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Dang
Dang
author img

By

Published : Sep 26, 2020, 9:48 PM IST

ડાંગ: જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે "કેશવ કમલ" કોમ્પ્લેક્ષ ખાતેથી નગર વિકાસના કુલ રૂ.1કરોડ 63 લાખના કામોનું ખાતમુહુર્ત કરતા વન, આદિજાતિ અને મહિલા બાળકલ્યાણ પ્રધાન ગણપતસિંહ વસાવાએ વિકાસનું એક પણ કામ આ સરકારમાં બાકી નહિ રહે તેની ખાતરી આપી તેમજ વિકાસમાં સૌને સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.

Dang
Dang
આહવા મેઈન બજારથી દેવલપાડા થઇ પ્રવાસી ઘર સુધીના રૂ.૨૫ લાખના 300 મીટરના માર્ગ સુધારણાના કામ સહીત મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત…

(1) મેઈન રોડથી શાસ્ત્રી કોલોની તરફ જતો 1 કિલોમીટરનો રોડ,

(2) મેઈન રોડથી સરદાર કોલોની થઇ આયુર્વેદિક ફાર્મસી સુધીઓનો રોડ, અને

(3) મેઈન રોડથી ખેતીવાડી કોલોનીનો રોડ રૂ.૨૫ લાખના ખર્ચે નિર્મિત કરાશે.

આ ઉપરાંત ૧.૫૦ કીલોમીટરના એસ.આર.આહવા કોલોની રોડ

(1) મેઈન રોડથી રાની ફળિયા તરફ જતો રસ્તો,

(2) મેઈન રોડથી બંધારપાડા તરફ જતો રસ્તો,

(3) મેઈન રોડથી પી.ડબ્લ્યુ.ડી. કોલોની થઇ ચાર રસ્તા તરફ જતો રસ્તો નવનિર્મિત કરાશે.
આ ઉપરાંત સુવિધા પથ સી.સી.રોડ (આહવા પ્લેટો રોડ ; 0.750 કિલોમીટર) પણ રૂ.70 લાખના ખર્ચે નવનિર્મિત કરાશે.

ઉપરાંત આહવા ગ્રામ પંચાયત હસ્તકના અન્ય રૂ.31 લાખના કામોનું પણ ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. આહવાના ગોર મહારાજ સર્વશ્રી વિજય જોશી અને વિકાસ જોશીએ શાસ્ત્રોક્તવિધિથી ખાતમુહુર્ત વિધિ સંપન્ન કરાવી હતી.

આ સમયે આહવાના નગરજનો ઉપરાંત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, માજી પ્રધાન કરસનભાઈ પટેલ, માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, આદિજાતિ વિકાસ નિગમના ડીરેક્ટર બાબુરાવ ચૌર્યા, આહવાના યુવા સરપંચ હરિરામ સાવંત, સામાજિક કાર્યકરો સર્વ રાજેશભાઈ ગામીત, સંજય પાટીલ, હીરાભાઈ રાઉત, દિલીપભાઈ ચૌધરી, સુમનબેન દળવી, નગરશેઠ રતિલાલ સાવંત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયત બાંધકામ શાખાના નાયબ ઈજનેર સંદીપ મહાલા તથા તેમની ટીમ સહીત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.