ડાંગ: સુરતથી ફરવા આવેલા 19 પ્રવાસીઓ પર મધમાખીઓનો અટેક જોવા મળ્યો હતો. મધમાખીના ઝૂંડને છંછેડવાથી સુરતથી ફરવા આવેલા 19 પ્રવાસીઓ પર તૂટી પડતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. શિકાર બનેલા પ્રવાસીઓએ વઘઈ અને વલસાડ ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લા ના વઘઈ નજીક ગિરાધોધ ખાતે ફરવા આવેલા 19 પ્રવાસીઓ ઉપર મોટા કદની મધમાખીઓના હુમલા થી ભોગ બનેલ પ્રવાસીઓમાં અફરા તફરી મચી જવા પામી હતી. મધમાખીઓના ડંખનો શિકાર બનેલા પ્રવાસીઓને વઘઈ પી.એસ.સીમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલત કફોડી: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસાના આગમનની સાથે ધીરે ધીરે પ્રકૃતિ લીલીછમ બની છે. ત્યારે હાલમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો સ્વાદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ પણ ઉંટી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ નજીક આવેલા ગીરાધોધ ખાતે ફરવા આવેલા સુરત આવ્યા હતા. સુરત પ્રવાસીઓ દ્વાર મસ્તીમાં મધમાખીના ઝુંડને છંછેડવાથી પ્રવાસીઓ પર તૂટી પડતા સ્થળ પર જ બુમાબુમ સાથે નાસભાગ થઈ જવા મામ્યો હતો. મધમાખીઓનો અટેકથી ઇજાગ્રસ્ત થયેલ પ્રવાસીઓ નીતિન મુકેશ રાણા, દીપ્તિ મહેતા વર્ષ હિતેશ મહેતા , મનીષા મહેતા , ધર્મિષ્ઠા સતીશ રેશમવાળા , દેવાંશી નીતિન રેશમવાળા , જાનવી સતિષભાઈ રેશમવાળા , અનિલ મહેતા એમ 19 જેટલા પ્રવાસીઓએ મધમાખીઓને શરીરના ભાગો એ ડંખ મારતા પ્રવાસોની હાલત કફોડી જનક બની હતી.
સૌથી મોટા કદની માખી: આ ઘટના બાદમાં તુરંત જ મધમાખીઓના ડંખનો શિકાર બનેલા 19 ઇજાગ્રસ્ત પ્રવાસીઓ 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર તે નજીકના વઘઈ પી.એસ.સી ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે બે પ્રવાસીઓની હાલત ગંભીર બનતા વધુ સારવારના અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઝુંડને જ્યાં સુધી છંછેડો નહીં ત્યાં સુધી એ કોઈને હેરાન નથી કરતું પરંતુ એકવાર એને છંછેડાયા પછી ડંખો મારવામાટે પરસેવા ની સમેલથી દુર દુર સુધી જે છંછેડે જેમની પાછળ પડે છે સૌથી મોટી પ્રજાતિમાંની એક જાતિ છે સૌથી મોટા કદની માખી એ જ છે જેના કારણે એના ડંખવાથી શરીર ના ભાગે મોટા પ્રમાણ માં સોજો આવે છે અને તાવ આવે છે જે પાંચ થી છ દીવસ સૂધી રહે છે.