ETV Bharat / state

આહવા ખાતે યોજાયો “વિશ્વ મહિલા દિવસ” કાર્યક્રમ - dang samachar

ડાંગ જિલ્લાના આહવા ખાતે મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાજિક સમતોલન જળવાઈ રહે તે માટે ગ્રામીણ વાલીઓને વિશેષ તકેદારી દાખવવાની હિમાયત કલેક્ટર એન. કે. ડામોરે કરી હતી.

gujarat news
gujarat news
author img

By

Published : Mar 8, 2021, 6:52 PM IST

Updated : Mar 8, 2021, 7:29 PM IST

  • મહિલા દિનની ઉજવણી આહવા ખાતે કરાઈ
  • કલેક્ટરે મહિલાઓનાં શિક્ષણ બાબતે ચર્ચા કરી
  • ગ્રામીણ દીકરી અભ્યાસ વિના રહી ન જાય તેની સારસંભાળ રાખવાની હિમાયત કરી

ડાંગ: જિલ્લાના આહવા ખાતે મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. દીકરીઓના લગ્ન જેવા પ્રસંગોમાં ડાંગ જિલ્લાના ગ્રામ્ય માતાપિતા સવિશેષ જાગૃતિ દાખવી લગ્નસંસ્થા અને સામાજિક માળખુ જળવાઈ રહે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે, તેમ જણાવતા ડાંગ કલેક્ટર એન. કે. ડામોરે ગ્રામ્ય સ્તરે કામ કરતા સખી મંડળોને એક પણ ગ્રામીણ દીકરી અભ્યાસ વિના રહી ન જાય તેની સારસંભાળ રાખવાની હિમાયત કરી હતી.

“વિશ્વ મહિલા દિવસ” કાર્યક્રમ
“વિશ્વ મહિલા દિવસ” કાર્યક્રમ

કોઈ પણ જરૂરિયાતમંદો સહાયથી વંચિત ન રહી જાય તેની તકેદારીની કરી હિમાયત

“વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી દરમિયાન વક્તવ્ય રજૂ કરતા કલેક્ટરે ગ્રામ્ય સખી મંડળની મહિલા સભ્યોને એકત્રિત થઇને ગામડામાં કોઈ પણ જરૂરિયાતમંદો જુદી જુદી સેવા, સહાયથી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી. ડામોરે મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓની જુદી જુદી યોજનાઓની જાણકારી ગ્રામ્ય મહિલાઓ સુધી સુચારુરૂપે પહોંચે તે દિશાના પ્રયાસોની પણ આ વેળાએ હિમાયત કરી હતી.

“વિશ્વ મહિલા દિવસ” કાર્યક્રમ
“વિશ્વ મહિલા દિવસ” કાર્યક્રમ

મહિલાઓને લગતાં કાર્યક્રમો થકી ગ્રામ્ય મહિલાઓની જીવનશૈલી સુધરી- ડાંગ કલેક્ટર

આહવાના ડાંગ દરબાર હોલમા આયોજિત “વિશ્વ મહિલા દિવસ” ઉજવણી કાર્યક્રમ દરમિયાન કલેક્ટર એન. કે. ડામોરે ગ્રામીણ મહિલાઓના સખી મંડળો, સખી સંઘો, સહીત જુદા જુદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી મહિલાઓને આ વેળા પણ અભિનંદન પાઠવ્યા હતા. મહિલાઓને પ્રોત્સાહિત કરી જુદા જુદા ક્ષેત્રોમા તેમની ભાગીદારી વધારી શકાય તેવા હેતુને નજર સમક્ષ રાખી યોજાતા કાર્યક્રમોની જાણકારી આપતા કલેક્ટર એન. કે. ડામોરે ડાંગ જિલ્લામા ગ્રામ્ય મહિલાઓની સુધરેલી જીવનશૈલી આવા કાર્યક્રમોની ફલશ્રુતિ છે તેમ જણાવ્યું હતુ.

આહવા ખાતે યોજાયો “વિશ્વ મહિલા દિવસ” કાર્યક્રમ

સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા કુરિવાજોને તિલાંજલી આપવા નાયબ કલેક્ટરે જણાવ્યું

મહિલા ઉત્કર્ષના વિવિધ કાર્યક્રમોને કારણે દરેક ક્ષેત્રે કાઠુ કાઢી રહેલી ગ્રામીણ મહિલાઓને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણીયાએ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે વિષેશ લક્ષ કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી. પ્રાસંગિક વક્તવ્યમા વઢવાણીયાએ સ્ત્રી ભ્રુણ હત્યા જેવા કુરિવાજોને તિલાંજલિ આપવાની પણ અપીલ કરી હતી.

નાયબ પોલીસ વિભાગના પટેલ દ્વારા ગુજરાત પોલીસની કામગીરી વિશે મહિલાઓને જાણકારી આપી

આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક પટેલે મહિલાઓની સુરક્ષા સહીત મહિલા ઉત્કર્ષને લગતા ગુજરાત પોલીસના જુદા જુદા કાર્યક્રમોની જાણકારી આપી હતી. આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શિવાજી તબીયારે મહિલા સ્વ. સહાય જૂથોની કાર્યપ્રણાલી વર્ણવી હતી. જ્યારે લીડ બેંક મેનેજર રાજેન્દ્ર પટેલે મહિલાઓને લગતી આર્થિક ધિરાણની જાણકારી પૂરી પાડી હતી. આ વેળા ચીરાપાડાના નવનિર્માણ સખી મંડળના રખ્મીબેન ભોયે, અને વિહિરઆંબાના રેણુકા સખી મંડળના જશુબેન સહારેએ તેમના મંડળની સફળતા વર્ણવી હતી. આહવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. બી. ચૌધરીએ કર્યુ હતુ. જ્યારે અંતે આભારવિધિ સતીશ પટેલે કરી હતી.

આ પણ વાંચો : ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

Last Updated : Mar 8, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.