ડાંગમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના તેમજ તેમનામાં જનજાગૃતિની ભાવના કેળવાય તે માટે જળસંચય અને સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં કૃષિ મહાવિઘાલય,વધઈના ર્ડા.જે.જે.પસ્તાગિયાએ મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, ખેડૂતો કૃષિ શિક્ષણ થકી ખેતીનો વિકાસ કરી શકશે તેમજ પોતાની આવકમાં વધારો કરી શકે છે.
આ પ્રસંગે બેંક ઓફ બરોડાના લીડબેંક મેનેજરશ્રી રાજેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.કે.વી.કે.ના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ર્ડા.જી.જી.ચૌહાણે જળશક્તિ ઝૂંબેશ અને સ્વચ્છતા અભિયાન વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ક્લસ્ટર મેનેજર આગાખાન સંસ્થા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો ર્ડા.પ્રતિક જાવિયા, હર્ષદભાઈ પ્રજાપતિ, જીગ્નેશ ડોબરિયા, બીપીનચંદ્ર વાહુનિયા વિગેરેએ જળસંચય અને તેના ઉપયોગ, સ્વચ્છ ભારત મિશન, સજીવ ખેતી,મશરૂમનું ઉત્પાદન,જળ થકી જીવન,ડ્રિપ ઈરીગેશનની યોજનાઓ અને જમીન વયવસ્થાપન વિષયે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં 110થી વધુ ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહી યોજનાકીય માહિતી મેળવી જળસંચય ઝૂંબેશ તથા સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધી હતી.