ETV Bharat / state

આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ મુકાયેલી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાઈ

ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરૂધ્ધ મુકાયેલા અવિશ્વાસની દરખાસ્ત બાબતે વિશ્વાસ મત મેળવવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી. ડાંગ ભાજપા પાર્ટીનાં દિગજ્જ નેતાઓ દ્વારા મધ્યસ્થી કરાવવાની જગ્યાએ મૌન સેવતા અનેક તર્ક વિતર્કો સાથે રાજકીય માહોલ ગરમાયો હતો.

આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ મુકાયેલી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાઇ

author img

By

Published : Jul 23, 2020, 7:55 PM IST

ડાંગઃ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરૂધ્ધ મુકાયેલા અવિશ્વાસની દરખાસ્ત બાબતે વિશ્વાસ મત મેળવવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠકમાં કુલ 18 સભ્યોમાંથી 13 સભ્યોએ સરપંચ વિરૂધ્ધ હાથ ઊંચો કરી મતદાન કરતા ⅔ની બહુમતી સાથે મહિલા સરપંચ વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ તરીકે રેખાબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આહવા ગ્રામ પંચાયતમાં કુલ 18 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ પોતાનો મનસ્વી વહિવટ ચલાવી રહ્યા હતા.

તે ઉંપરાત ગ્રામ પંચાયતનાં દરેક કાર્યોમાં મહિલા સરપંચનાં પતિની દખલગીરી કરવામાં આવતા આવેલા કુલ 18 સભ્યોમાંથી 13 સભ્યોએ તા.03-07-2020નાં રોજ આ મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની અરજી મુકાઈ હતી.

જે બાદ તા.15-07-2020નાં રોજ ઉપસરપંચ સહીત ગ્રામ પંચાયતનાં અન્ય 6 સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસકીય કામો જેવા કે, બાંકડા અને સ્ટ્રીટ લાઇટ ખરીદી બાબતે મહિલા સરપંચ દ્વારા ગેરરીતી કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

બાંકડા અને સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં થયેલા બીલોના તપાસણીની પણ માંગણી કરી હતી. આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરૂધ્ધ ઉપ સરપંચ હરીરામભાઇ સાંવત સહીત પંચાયતનાં સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.

જે અવિશ્વાસની દરખાસ્ત બાબતે તા.23-07-2020નાં રોજ તાલુકા પંચાયત આહવાનાં અધ્યાસી અધિકારી સી.ડી.વ્યવહારે તથા તલાટીકમ મંત્રીનાં અધ્યક્ષ સ્થાને અવિશ્વાસની દરખાસ્તનાં વિચારણા બાબતે બેઠક બોલાવામાં આવી હતી.

જે બેઠકમાં આહવા ગ્રામ પંચાયતનાં કુલ 18 સભ્યોમાંથી 13 જેટલા સભ્યોએ સરપંચ વિરૂધ્ધ હાથ ઊંચો કરી મતદાન કરતા અહી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ હતી. જ્યારે મહિલા સરપંચ રેખાબેનની તરફેણમાં ફક્ત 4 સભ્યોએ મત આપ્યો હતો. આમ આહવા ગ્રામ પંચાયતનાં કુલ 13 સભ્યો દ્વારા 2/3નાં બહુમતીથી મહિલા સરપંચ વિરૂધ્ધ મતદાન કરવામાં આવતા આ વિવાદીત મહિલા સરપંચની ખુરશી છિનવાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આહવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરૂધ્ધ આ અગાઉ પણ પંચાયતનાં કામોમાં ગેરરીતી આચરવાનો આરોપ, મનસ્વી વહીવટ તથા પંચાયતનો કારોબાર પતિ દ્વારા ચલાવવામાં આવે છે. તેવા આરોપ લાગી ચુક્યા છે. પ્રથમ વખતે પણ ગ્રામ પંચાયત આહવાનાં 12 જેટલા સભ્યોએ સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.

જેમાં ડાંગ ભાજપા પાર્ટીનાં દિગજ્જ નેતાઓ દ્વારા મધ્યસ્થી કરાતા મામલો થાળે પડ્યો હતો. હવે જ્યારે આગામી દિવસોમાં ડાંગ વિધાનસભાની પેટાચૂંટણી આવતી હોય અને તેવામાં ભાજપા સમર્થીત આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચનાં વિરુદ્ધ ચૂંટાયેલા ભાજપાનાં જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી ખુરશી છિનવી લીધી હોવા છતાં ડાંગ ભાજપા પાર્ટીનાં દિગજ્જ નેતાઓ દ્વારા મધ્યસ્થી કરાવવાની જગ્યાએ મૌન સેવતા અનેક તર્ક વિતર્કો સાથે રાજકીય માહોલ ગરમાયો હતો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.