ETV Bharat / state

સાપુતારા ખાતે કથાના વિરામ સાથે નવી છાત્રાલયનું રાજ્યપાલના હસ્તે કરાયું લોકાર્પણ

સાપુતારા: ​ગત એક સપ્તાહથી ગિરિમથક સાપુતારા ખાતે વૈશ્વિક ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનુ આજ રોજ સમાપન વેળાએ રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે દાતાઓનું જાહેર અભિવાદન પણ કર્યું હતું અને નવા છાત્રાવાસનું રાજ્યપાલશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 17, 2019, 6:13 PM IST

સોમવારના રોજ ​સાપુતારામાં સાંદીપનિ વિદ્યા સંકુલ ખાતે નવા તૈયાર થયેલા છાત્રાવાસનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ આદિવાસી વિસ્તારમાં આદરેલા ભગિરથ કાર્ય બદલ શુભકામના પણ પાઠવી હતી.

Dang
સાપુતારામાં કથાનો વિરામ

આ પ્રસંગે ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કહેવાતું સાપુતારા અને ડાંગ પ્રદેશએ સંપૂર્ણ આદિવાસી ક્ષેત્ર છે. જ્યાં છેલ્લા 3 વર્ષોથી આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ રહ્યું છે. સાપુતારાની એક સમયની સરકારી માધ્યમિક શાળાને ભાઇશ્રી દ્વારા દત્તક લવામાં આવી હતી. તેનું સાંદીપનિ વિદ્યા સંકુલ નામાભિધાન કર્યા બાદ સંસ્થા દ્વારા સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાની શિક્ષણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. તેમ જણાવી, રાજ્યપાલશ્રીએ સમાજના અન્ય જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પણ તેમની આ સેવાઓનો વ્યાપ વિસ્તરે તેવો અનુરોધ કર્યો હતો.

Dang
રાજ્યપાલ ઓ.પી.કોહલી

​છાત્રાલયના પ્રારંભથી આદિવાસી બાળકોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કાર સિંચનનું કાર્ય પણ થઇ રહ્યું છે તેમ જણાવી મહામહિમ શ્રી ઓ.પી.કોહલીએ આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા ઉપર પણ ભાર મુક્યો હતો.

આ પ્રસંગે ​સ્વાગત વક્તવ્ય કરતા દાતા તુષારભાઇ જાનીએ 62 બાળકો સાથે 2011માં શરૂ થયેલી આ સંસ્થામાં આજે 503 વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે તેમ જણાવ્યું હતું. વસુદૈવ કુટુંબ ભાવના સાથે સંસ્થા દ્વારા સાપુતારા ખાતે વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની સ્થાપનાનું કાર્ય પણ ચાલી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

Dang
છાત્રાવાસનું રાજ્યપાલના હસ્તે કરાયુ લોકાર્પણ

​​છાત્રાવાસના લોકાર્પણ સમારોહમાં ગુરૂ સદાનંદ મહારાજ, મુક્તાનંદ બાપુ, માલેગામના સ્વામી પી.પી.સ્વામીજી સહિતના સંતગણો ઉપરાંત ડાંગ કલેક્ટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી જે.ડી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મણિલાલ ભુસારા, પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.પવાર, માહિતી વિભાગની ટીમ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

R_GJ_DANG_03_17_JUNE_2019_LOKARPAN_PHOTO_STORY_UMESH_GAVIT

શ્રીમદ્‍ ભાગવત કથાના વિરામ સાથે સાપુતારા ખાતે
નવા છાત્રાવાસનું કરાયુ રાજ્યપાલશ્રીના હસ્તે લોકાર્પણ

(ડાંગ - સાપુતારા ) :ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા, અને ડાંગ પ્રદેશ એ સંપૂર્ણ આદિવાસી ક્ષેત્ર છે. જ્યાં છેલ્લા ત્રણેક વર્ષોથી આવવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થઇ રહ્યું છે, તેમ ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ દ્વારા સાપુતારા તથા તેની આસપાસના વિસ્તારમાં ચાલી રહેલી પ્રવુતિઓની સરાહના કરી હતી.
 
​સાપુતારા ખાતે સાંદીપનિ વિઘા સંકુલ ખાતે નવા તૈયાર થયેલા છાત્રાવાસનું લોકાર્પણ કરતા રાજ્યપાલશ્રીએ આધ્યાત્મિક ચેતનાને, સામાજિક ચેતનામાં પરિવર્તિત કરીને, ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ આદિવાસી વિસ્તારમાં આદરેલા ભગિરથ કાર્ય બદલ શુભકામના પાઠવી હતી.
 
​સાપુતારાની એક સમયની સરકારી માધ્યમિક શાળાને દત્તક લઇને, તેનું સાંદીપનિ વિઘા સંકુલ નામાભિધાન કર્યા બાદ સંસ્થા દ્વારા સ્થાનિક આદિવાસી વિઘાર્થીઓને ઉત્તમકક્ષાની શિક્ષણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે તેમ જણાવી, રાજ્યપાલશ્રીએ સમાજના અન્ય જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પણ તેમની આ સેવાઓનો વ્યાપ વિસ્તરે તેવો અનુરોધ કર્યો હતો.
 
​અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં શ્રેષ્ઠ સંસ્થાઓ સ્થાપીને પૂ.ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના સ્વપ્નને સાકાર કરવા સાથે, મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિના વર્ષમાં ભાઇશ્રીએ લીધેલો સંકલ્પ બહુ જ પ્રસ્તુત છે તેમ જણાવ્યું હતું.
 
​છાત્રાલયના પ્રારંભથી આદિવાસી બાળકોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કાર સિંચનનું કાર્ય પણ થઇ રહ્યું છે તેમ જણાવી મહામહિમ શ્રી ઓ.પી.કોહલીએ આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા ઉપર પણ ભાર મુક્યો હતો.
 
​વૈશ્વિક ભાગવતાચાર્ય શ્રી રમેશભાઇ ઓઝા તેમની વાણીથી દુનિયાને પ્રેરક અને પ્રભાવિત કરી રહ્યાં છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ભાઇશ્રીના મનમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપ્રતિમ ભક્તિ રહેલી છે તેમ જણાવ્યું હતું. સામાજિક સંવેદના અને શિક્ષણ વચ્ચેના સેતૂનો ઉલ્લેખ કરીને રાજયપાલશ્રીએ મહાત્મા ગાંધીજીની પીડા એવી શિક્ષિત વ્યક્તિઓમાંથી કરૂણાનો ભાવ સુકાઇ ન જાય તેની તકેદારી પણ ભાઇશ્રી રાખી રહ્યાં છે તેમ સદ્રષ્ટાંત સ્પષ્ટ કર્યું હતું.
 
​સાંદીપનિ વિઘા સંકુલ રાજ્ય અને દેશ માટે પથદર્શક બની રહેશે તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ ધર્મ જેવા ગૂ઼ઢ વિષયને વ્યાખ્યાયિત કરતા વિરક્તભાવ સાથે સમાજોપયોગી કાર્ય કરતા પરોપકારીજનો સાચા અર્થમાં ધર્માચરણ જ કરી રહ્યાં છે તેમ જણાવ્યું હતું. દાનનો મહિમા વર્ણવતા રાજ્યપાલશ્રીએ દાતાઓ દ્વારા દાન આપવાથી, તેઓ ઋણમુક્ત થઇ રહ્યાં છે તેમ પણ ઉમેર્યું હતું.
 
​વનવાસી પ્રજાજનો માટે આપણો ભાવ કેવા પ્રકારનો હોવો જોઇએ તે સ્પષ્ટ કરતા મહામહિમશ્રીએ શ્રીરામના વનવાસ દરમિયાન તેમણે પણ આદિવાસી સમાજને સંગઠિત કરીને, રાવણ જેવી આસુરી શક્તિને પરાસ્ત કરી હતી તેમ જણાવ્યું હતું.
 
​સાપુતારાનું સાંદીપનિ વિઘા સંકુલ આગામી દિવસોમાં વિશ્વ વિઘાલય બનીને, સમાજના ઉત્થાન માટે આહ્લેક જગાવશે તેવો ભાવ પણ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ આ વેળા વ્યક્ત કર્યો હતો.
 
​પ્રાસંગિય વક્તવ્યમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ વૈશ્વિક સ્તરે ભારતીયતાનો પ્રાણ લઇને આદિવાસી યુવક પણ વિશ્વ સાથે કદમતાલ મેળવી શકે તે માટે સાંદીપનિ વિઘા સંકુલે ઉત્તમ નાગરીકોના ધડતરનું ભગિરથ કાર્ય ઉપાડ્યું છે તેમ જણાવ્યું હતું. ભાઇશ્રીએ અંતરિયાળ વિસ્તારમાં વિઘાના ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાના માધ્યમથી, આગામી દિવસોમાં અહીં વિશ્વ વિઘાલયનું નિર્માણ કરવાનો ઉદૃેશ છે તેમ પણ આ વેળા જણાવ્યું હતું.
 
​સ્વાગત વક્તવ્ય કરતા દાતા શ્રી તુષારભાઇ જાનીએ ૬૨ બાળકો સાથે સને ર૦૧૧માં શરૂ થયેલી આ સંસ્થામાં આજે ૫૦૩ વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે તેમ જણાવ્યું હતું. વસુદૈવ કુટુંબકમ્‍ની ભાવના સાથે સંસ્થા દ્વારા સાપુતારા ખાતે વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની સ્થાપનાનું કાર્ય પણ ચાલી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી જાનીએ સંસ્થા દ્વારા સાપુતારા ખાતે કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર પણ શરૂ કરાશે તેમ ઉમેર્યું હતું.
 
​ગત એક સપ્તાહથી ગિરિમથક સાપુતારા ખાતે વૈશ્વિક ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના મુખેથી શ્રોતાજનો શ્રીમદ્‍ ભાગવતજીનું રસપાન કરી રહ્યાં છે. જેના સમાપન વેળા પધારેલા મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીજીના હસ્તે દાતાઓનું જાહેર અભિવાદન પણ કરાયુ હતું. સાપુતારા હોટલ ઑનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઇ પટેલ તથા સેક્રેટરી શ્રી તુકારામ કરડીલેએ રાજ્યપાલશ્રી સહિત, ભાઇશ્રીનું સ્મૃતિચિન્હ આપી અભિવાદન કર્યું હતું.
 
​ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સાથે સંકળાયેલા સમાજશ્રેષ્ઠીઓએ ડાંગ જિલ્લાના ભાપખલ ગામને આદર્શ ગામ બનાવવા માટે દત્તક લીધુ હતું. જેમનું પણ મહામહિમશ્રીએ જાહેર અભિવાદન કર્યું હતું.
 
​છાત્રાવાસના લોકાર્પણ સમારોહમાં ગુરૂ શ્રી સદાનંદ મહારાજ, શ્રી મુક્તાનંદ બાપુ, માલેગામના સ્વામી શ્રી પી.પી.સ્વામીજી સહિતના સંતગણો ઉપરાંત ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભુસારા, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવાર, માહિતી વિભાગની ટીમ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.