ડાંગ : જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુબીર તાલુકાનાં પિપલદહાડ ગામે ભારત સંચાર નિગમ લીમીટેડનું BSNL નેટવર્ક વાંવવાર ખોરવાઈ જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં એકમાત્ર BSNL (Bharat Sanchar Nigam Limited) નેટવર્કની સુવિધા હોય જેથી વારંવાર કનેકટીવિટી ખોરવાઈ જતા જેથી ઇમરજન્સી સેવાઓ માટે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
પિપલદહાડ ગામે આવેલા BSNL ટાવરનું નેટવર્ક અંદાજે 50થી વધુ ગામડાઓને સાંકળે છે. જેમા સેપુઆંબા, ખાંબલા,કિરલી,ચિંચવીહીર, માળગા,નકટ્યાહનવત વગેરે ગામો આવે છે. જે મહારાષ્ટ્રની બોર્ડરને સાંકળે છે. આ તમામ ગામડાઓમાં માત્ર BSNLનું જ નેટવર્ક છે. જેના પગલે નેટવર્ક કનેક્ટીવીટી વારંવાર ખોરવાઈ જતા લોકો સોશિયલ મીડિયા, ઓનલાઇન પ્રક્રિયા તેમજ ઇમરજન્સી સેવાઓથી વંચિત થઈ રહ્યા છે.
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં આ ગામડાઓમાં વારંવાર BSNLનું નેટવર્ક ખોરવાઈ જતા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકારની વાતો અહી પોકળ સાબીત થઈ રહી છે. નેટવર્ક સમસ્યા અંગે લોકોની વારંવાર રજૂઆતો કરવા છતા BSNLતંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતુ નથી. ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય પગલા ભરે તે જરૂરી બની ગયું છે.