ETV Bharat / state

ડાંગ જિલ્લામાંથી સ્થળાંતર થયેલા મજૂરો મતદાન કરવા માદરે વતન પરત ફર્યા - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020

ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનને ગણતરીના કલાક બાકી રહ્યા છે, ત્યારે ડાંગ જિલ્લાનાં 40,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માદરે વતનમાં પરત ફર્યા છે.

ETV BHARAT
ડાંગ જિલ્લામાંથી સ્થળાંતર થયેલા મજૂરો મતદાન કરવા માદરે વતન પરત ફર્યા
author img

By

Published : Nov 2, 2020, 8:16 PM IST

Updated : Nov 2, 2020, 8:35 PM IST

  • પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીનો જંગ
  • ડાંગ બેઠક પર મતદાન કરવા મજૂરો વતન પરત ફર્યા
  • 40થી 45,000 મતદાતાઓ આવ્યા વતન

ડાંગ: રાજ્યનાં સૌથી નાના અને આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં કુલ 1,78,000થી વધુ મતદારો છે. જે પૈકી 40થી 45,000 મતદારો ખેત-મજૂર છે, ત્યારે ડાંગ જિલ્લામાં આવા મતદારો પોતાના માતાધિકારથી વંચિત ન રહી જાય, તે માટે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા આ ખેત મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી નવસારી અને બારડોલીથી મજૂરો ટ્રકોમાં સામાન ભરીને પોતાના વતન આવી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં મતદારોની સંખ્યા

ડાંગ જિલ્લા 173 વિધાનસભાની બેઠક માટેના કુલ મતદારોની સંખ્યા 1,78,157 છે. જેમાં આહવા તાલુકામાં 75,969, વઘઇ તાલુકામાં 52,744 અને સુબિર તાલુકામાં 49,444 છે. આ બેઠક ઉપર પુરુષ મતદારોની સંખ્યા 89,405 છે, જયારે સ્ત્રી મતદારોની સંખ્યા 88,749 અને અન્ય મતદારો સંખ્યા 3 છે. આ તમામ મતદાતાઓમાંથી 40થી 45,000 લોકો મજૂરી કામ અર્થે જિલ્લાની બહાર સ્થળાંતર કરતા હોય છે, ત્યારે હવે 3 નવેમ્બરેનાં રોજ મતદાન હોવાથી આ લોકો માદરે વતન પરત ફરી રહ્યા છે.

ડાંગ જિલ્લામાંથી સ્થળાંતર થયેલા મજૂરો મતદાન કરવા માદરે વતન પરત ફર્યા

ડાંગ જિલ્લામાં મજૂર મતદાતાઓ સમીકરણો બદલી શકે છે

ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વસ્તી ધરાવે છે. અહીં વર્ષોથી રોજગારીનાં પ્રશ્નો રહ્યા છે. 6 મહિનાઓ માટે મહારાષ્ટ્ર કે અન્ય જિલ્લામઓમાં સ્થળાંતરનો મુખ્ય મુદ્દો આજદિન સુધી ઉકેલવામાં આવ્યો નથી. લોકોનાં સ્થળાંતરની અસર તેમનાં બાળકો ઉપર થતી હોય છે. જેના કારણે બાળકોનું શિક્ષણ અધુરું રહી જાય છે. આ તમામ મજૂરોનાં પ્રશ્નોને આજદિન સુધી કોઈ પક્ષ દ્વારા વાચા આપવામાં આવી નથી. આમ છતાંય હવે આ મજૂરો કોના તરફ વળે છે અને કેવા નેતાની માગ કરે છે, તે ચૂંટણી પરિણામો જ બતાવશે.

9 ઉમેદવારો વચ્ચે ટક્કર

દરેક મતદાર પોતાના મતદાનથી વંચીત ન રહી જાય, તે માટે જિલ્લા પ્રશાસને સંપૂર્ણ કામગીરી કરી લીધી છે. ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી-2020 માટે કુલ 9 ઉમેદવારો વચ્ચે યોજાનારા ચૂંટણી જંગ માટે 1 ચૂંટણી અધિકારી અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીને મુખ્ય જ્વાબદારી સોંપવામા આવી છે.

Last Updated : Nov 2, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.