- ડાંગમાં એક ખેડૂતના પાકને કોઈક શખ્સ આગ ચાંપી ગયું
- પાક બળીને ખાક થતા ખેડૂતે છતાં પાકે નુકસાન વેઠવું પડ્યું
- ખેડૂતે અજાણ્યા શખ્સ સામે કરી ફરિયાદ, વળતરની કરી માગ
- પાક બળી જતા ખેડૂતની 14 કિલો ડાંગરનું મૂલ્ય થયું શૂન્ય
ડાંગઃ આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ભાપખલ ગામમાં રહેતા ખેડૂત પાંડુભાઈ લહાનુભાઈ સહારેનું ખેતર ઘોડાનામાળ નામની જગ્યામાં આવેલું છે. અહીં, આ ખેડૂતે ચોમાસાની ઋતુ દરમિયાન 14 કિલો ડાંગરનું બિયારણ ઓરી ડાંગરના પાકની ખેતી કરી હતી, જે પાકેલ ડાંગરની કાપણી કરી ખેતરમાં જ ખળામાં બે ઢગલામાં મુકી રાખ્યું હતું. અહી આ ડાંગરનાં ઢગલામાં રાત્રિના સમયગાળા દરમિયાન કોઈક અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાપી દેતા સ્થળ ઉપર ડાંગરના ઢગલા બળીને ખાક થઈ જતા ખેડૂતને નુકસાન વેઠવું પડ્યું છે.
ખેડૂતે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી વળતરની કરી માગ
અહીં ઘટનાસ્થળ ઉપર તાપણું કરવામાં નથી આવ્યું. તથા વીજ કનેક્શન પણ ન હોવાથી કદાચ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા જ આગ લગાડાઈ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. અહીં ડાંગરનાં ઢગલામાં આગ આકસ્મિક કે કોઈક દ્વારા લગાડવામાં આવી છે, જે કહેવુ મુશ્કેલ બનતા ખેડૂત પાંડુભાઈ સહારેએ આહવા તાલુકા વિકાસ અધિકારી આહવાને જાણ કરી તપાસની સાથે વળતરની માંગણી કરી હોવાનું જાણવા મળેલ છે.