ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 70માં વન મહોત્સવની ઉજવણી મહાલ ખાતે કરાઈ

author img

By

Published : Aug 5, 2019, 10:34 AM IST

ડાંગઃ જિલ્લા કક્ષાના 70માં વન મહોત્સવની ઉજવણી ચેરમેન ગૌતમભાઈ ગેડીયા અને કૃષિ બજાર બોર્ડના ચેરમેન રમણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહાલ (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ) ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં 70માં વન મહોત્સવની ઉજવણી મહાલ ખાતે કરાઈ

વનમહોત્સવની ઉજવણી પ્રસંગે ગૌતમભાઈ ગેડીયાએ જણાવ્યું હતું કે, છોડમાં રણછોડ છે. આપણાં ચાર વેદો પૈકી અથર્વ વેદ વનસ્પતિઓનો વેદ છે. ઔષધિઓને આ વેદમાં સ્થાન આપવામાં આવ્યું છે અને આ વેદમાં લોકસંસ્કૃતિ વનસંપદાઓથી જોડાયાની વાત છે. આયુર્વેદિક વનસ્પતિ અને વનસંપદા સાચવવાની નૈતિક જવાબદારી આપણી સૌની છે. વન સંપતિઓ દ્વારા આપણે રોજગારી મેળવી શકીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા વિરાંજલી વન, ઔષધિવન, એકતાવન જેવા વનો ઉભા કરવામાં આવ્યા છે. સતત ભારે વરસાદ વચ્ચે વન વિભાગ દ્વારા સુંદર આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવા બદલ વનવિભાગના અધિકારી/કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

ડાંગ જિલ્લામાં 162 જેટલા વૈદો છે. પરંતુ આહવા ખાતે એકપણ ઓર્થોપેડિક દવાખાનું નથી. અહીં સ્થાનિક વૈદો દ્વારા સારવાર કરવામાં આવે છે. આપણે તેમની ઔષધિઓની પેટન્ટ મેળવવી જોઈએ.જો આયુર્વેદિક પ્લાન્ટેશન ઉભુ કરવામાં આવે તો અહીં રોજગારીનું નિર્માણ કરી શકાય તેમ છે. આયુર્વેદિક વનસ્પતિઓ દ્વારા ડાંગ જિલ્લાને બચાવી શકાય આમ આપણે વનસંપદાનું જતન કરવા પ્રતિબધ્ધ બનીએ.

dang, mahal
ડાંગ જિલ્લામાં 70માં વન મહોત્સવ ઉજવણી મહાલ ખાતે કરાઈ

કૃષિ બજાર બોર્ડના ચેરમેન રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી થઇ રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ 3જી ઓગષ્ટથી વનમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા ફક્ત ગાંધીનગર ખાતે વન મહોત્સવનું આયોજન થતું હતું. વર્ષ 2004થી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવ ઉજવવાનું નક્કી કરી વધુ વૃક્ષો વાવીને વનવિસ્તાર વધારવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા સમાહર્તા અને ધનિષ્ઠ વનીકરણ સમિતિના ચેરમેન એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લો 90 ટકા વન વિસ્તારથી છવાયેલો હતો પરંતુ હાલમાં વૃક્ષોનું પ્રમાણ ધટતુ જાય છે જે ચિંતાનો વિષય છે. જંગલોના કારણે સાપુતારાને આપણે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે અને જંગલો નષ્ટ થશે તો આજીવિકા માટે પણ બહાર જવુ પડશે. ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે, ત્યારે અંતરિયાળ વિસ્તાર એવા મહાલ ગામે વનમહોત્સવનું આયોજન વનવિભાગ દ્વારા કરાયું જે ખરેખર અભિનંદનને પાત્ર છે. ડાંગ જિલ્લો ચેરાપુંજી કહેવાય છે અહીં અંદાજીત 100 ઈંચ વરસાદ પડે છે.

ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસે સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે 70માં વનમહોત્સવ પ્રસંગે ડાંગ જિલ્લામાં કુલ 8 લાખ રોપાઓનું વાવેતરનો લક્ષ્યાંક પૈકી 5 લાખ વૃક્ષોનું વાવેતર થઇ ચુક્યુ છે. એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે 200 જેટલા વૃક્ષોનું મહાનુભાવો દ્વારા રોપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જુદી જુદી રેંજના ખેડૂત લાભાર્થીઓને 30 હજાર જેટલા આંબા, કાજુ, અંજીર વિગેરે ફળાઉ ઝાડોનું વિતરણ કરવામાં આવ્યું છે. વનમહોત્સવ ઉજવણી પ્રસંગે લાભાર્થીઓને માલકી ચેકોનું વિતરણ કરાયું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને મહાનુભાવો દ્વારા પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

વન મહોત્સવના આ લોકોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, સુબીર તાલુકા પ્રમુખ જશોદાબેન, આહવા તાલુકા પ્રમુખ નરેશભાઈ ગવળી, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, એ.સી.એફ.જીનલ ભટ્ટ, ટી.એન.ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.ડી.પટેલ, પદાધિકારીઓ, વન સમિતિ, ઈ.ડી.સી. સહિત વનવિભાગના તમામ કર્મચારીગણ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને અંતે આભારવિધિ દક્ષિણ ડાંગ નાયબ વન સંરક્ષક દિનેશ રબારીએ કરી હતી.

Intro:ડાંગ જિલ્લા કક્ષાના ૭૦ માં વન મહોત્સવની ઉજવણી બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયા અને કૃષિ બજાર બોર્ડના ચેરમેનશ્રી રમણભાઈ પટેલ (જાની) ના અધ્યક્ષ સ્થાને મહાલ (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ) ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.Body:
વનમહોત્સવની ઉજવણી પ્રસંગે ગૌતમભાઈ ગેડીયાએ જણાવ્યું હતું કે છોડમાં રણછોડ છે. આપણાં ચાર વેદો પૈકી અથર્વ વેદ વનસ્પતિઓનો વેદ છે. ઔષધિઓને આ વેદમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વેદમાં લોકસંસ્કૃતિ વનસંપદાઓથી જોડાયાની વાત છે. આયુર્વેદિક વનસ્પતિ અને વનસંપદા સાચવવાની નૈતિક જવાબદારી આપણી સૌની છે.વન સંપતિઓ દ્વારા આપણે રોજગારી મેળવી શકીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા વિરાંજલી વન,ઔષધિવન,એકતાવન જેવા વનો ઉભા કરવામાં આવ્યા છે. સતત ભારે વરસાદ વચ્ચે વન વિભાગ દ્વારા સુંદર આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવા બદલ વનવિભાગના અધિકારી/કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
ડાંગ જિલ્લામાં ૧૬૨ જેટલા વૈદો છે. પરંતુ આહવા ખાતે એકપણ ઓર્થોપેડિક દવાખાનું નથી. અહીં સ્થાનિક વૈદો દ્વારા સારવાર કરવામાં આવે છે. આપણે તેમની ઔષધિઓની પેટન્ટ મેળવવી જોઈએ.જો આયુર્વેદિક પ્લાન્ટેશન ઉભુ કરવામાં આવે તો અહીં રોજગારીનું નિર્માણ કરી શકાય તેમ છે. આયુર્વેદિક વનસ્પતિઓ દ્વારા ડાંગ જિલ્લાને બચાવી શકાય આમ આપણે વનસંપદા નું જતન કરવા પ્રતિબધ્ધ બનીએ.
કૃષિ બજાર બોર્ડના ચેરમેનશ્રી રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૩ જી ઓગષ્ટથી વનમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા ફક્ત ગાંધીનગર ખાતે વન મહોત્સવનું આયોજન થતું હતું. વર્ષ ૨૦૦૪ થી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવ ઉજવવાનું નક્કી કરીને વધુ વૃક્ષો વાવી ને વનવિસ્તાર વધારવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા સમાહર્તા અને ધનિષ્ઠ વનીકરણ સમિતિના ચેરમેન શ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો ૯૦ ટકા વન વિસ્તારથી આચ્છાદિત હતો પરંતુ હાલમાં વૃક્ષોનું પ્રમાણ ધટતુ જાય છે જે ચિંતાનો વિષય છે. જંગલોના કારણે સાપુતારાને આપણે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે. અને જંગલો નષ્ટ થશે તો આજીવિકા માટે પણ બહાર જવુ પડશે.
ધારાસભ્યશ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વન મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે અંતરિયાળ વિસ્તાર એવા મહાલ ગામે વનમહોત્સવનું આયોજન વનવિભાગ દ્વારા કરાયું જે ખરેખર અભિનંદનને પાત્ર છે.ડાંગ જિલ્લો ચેરાપુંજી કહેવાય છે અહીં અંદાજીત સો ઈંચ વરસાદ પડે છે.
ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષકશ્રી અગ્નૈશ્વર વ્યાસે સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ૭૦ માં વનમહોત્સવ પ્રસંગે ડાંગ જિલ્લામાં કુલ ૮ લાખ રોપાઓનું વાવેતરનો લક્ષ્યાંક પૈકી પાંચ લાખ વૃક્ષોનું વાવેતર થઇ ચુક્યુ છે. આજે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે ૨૦૦ જેટલા વૃક્ષોનું મહાનુભાવો દ્વારા રોપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જુદી જુદી રેંજના ખેડૂત લાભાર્થીઓને ૩૦ હજાર જેટલા આંબા,કાજુ,અંજીર વિગેરે ફળાઉ ઝાડોનું વિતરણ કરવામાં આવ્યું છે.
વનમહોત્સવ ઉજવણી પ્રસંગે લાભાર્થીઓને માલકી ચેકોનું વિતરણ કરાયું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને મહાનુભાવો દ્વારા પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એ.મો.રેસી.શાળા મહાલની વિઘાર્થીનીઓએ પ્રાર્થના-સ્વાગત ગીત રજુ કર્યું હતું.
Conclusion:વન મહોત્સવના આ લોકોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી,સુબીર તાલુકા પ્રમુખ જશોદાબેન,આહવા તાલુકા પ્રમુખ નરેશભાઈ ગવળી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા,સી.એફ. ર્ડા.કે.રમેશ,યદુ ભારદ્વાજ,એ.સી.એફ.જીનલ ભટ્ટ,ટી.એન.ચૌધરી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.ડી.પટેલ,પદાધિકારીઓ,વન સમિતિ,ઈ.ડી.સી. સહિત વનવિભાગના તમામ કર્મચારીગણ,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમને અંતે આભારવિધિ દક્ષિણ ડાંગ નાયબ વન સંરક્ષકશ્રી દિનેશ રબારીએ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.