ETV Bharat / state

બાળકોની સુરક્ષા અને સલામતી માટે ડાંગના પ્રાથમિક શિક્ષકોને તાલીમ અપાઇ - જિલ્લા બાળ સુરક્ષા એકમ

ડાંગ: જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગ દ્વારા વઘઇ તાલુકા મથકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં બાળકોની સુરક્ષા અને સલામતી અંગેની તાલીમમાં 52 શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા હતા.

children protection
author img

By

Published : Sep 22, 2019, 11:26 AM IST

જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગ દ્વારા આ ​તાલીમમાં મુખ્યત્વે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 અને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012 પર વિશેષ ભાર આપી માહિતગાર કરાયા હતાં.

સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત પાલક માતા-પિતા યોજના, સ્પોન્સરશીપ યોજના, આફટર કેર યોજના અને ફોસ્ટર કેર યોજનાની વિસ્તૃત જાણકારી આપી બાળકો સરકારની યોજનાઓથી વંચિત ન રહે તે માટે આહવાન કરાયું હતું.

આ ઉપરાંત બાળકોના અધિકારો જેવા કે બાળલગ્ન અધિનિયમ-2006, બાળ ભિક્ષાવૃતિ અને બાળ મજુરી અધિનિયમ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને ગુડ ટચ, બેડ ટચની માહિતી આપવા જણાવાયુ હતું.

આ તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બી. જે. ગાવિત અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. તાલીમ અંગેની માહિતી નિકોલસ વણકર, ભુપેન્દ્ર ધૂમ અને જયરામ ગાવિત દ્વારા માહિતી પુરી પડાઈ હતી.

Intro:ડાંગ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ ધ્વારા વઘઇ તાલુકા મથકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં બાળકોની સુરક્ષા અને સલામતી અંગેની તાલીમમાં ૫૨ (બાવન) શિક્ષકોને તાલીમ બધ્ધ કરાયા હતા.Body:
​તાલીમમાં મુખ્યત્વે જુવેનાઈલ જસ્ટીસ એકટ-૨૦૧૫ અને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ પર વિશેષ ભાર આપીને માહિગાર કરવામાં આવ્યા હતા.વધુમાં, સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત પાલક માતા-પિતા યોજના,સ્પોન્સરશીપ યોજના,આફટર કેર યોજના અને ફોસ્ટર કેર યોજનાની વિસ્તુત જાણકારી આપી વિસ્તારના બાળકો સરકારશ્રીની યોજનાઓથી વંચિત ન રહે તે માટે આહવાન કરવામાં આવેલ હતું.ઉપરોક્ત બાળકોના અધિકારો,ગુડ ટચ, બેડ ટચ, બાળલગ્ન અધિનિયમ-૨૦૦૬, બાળ ભિક્ષાવૃતિ અને બાળ મજુરી અધિનિયમ વિશે પણ માહિતગાર કરવામાં આવેલ હતા.
​Conclusion:સદર તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બી.જે.ગાવિત અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી,જે.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.તાલીમ અંગેની માહિતી શ્રી,નિકોલસ વણકર,શ્રી,ભુપેન્દ્ર ધૂમ અને શ્રી,જયરામ ગાવિત ધ્વારા માહિતી પુરી પાડવામાં આવેલ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.