- કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર
- નોટિફિકેશન દ્વારા ઉત્તર વન વિભાગના વિસ્તારમાં આવેલા 38 ગામો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર
આહવાઃ આ જાહેરનામામાં 26 પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, નિયંત્રણ અને છૂટછાટની યાદી સમાવેશ કરવામાં આવેલી છે. ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ 38 ગામડાઓને ઇકો સેન્સેટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે માટે કેદ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આ નોટિફિકેશન દ્વારા ઉત્તર વન વિભાગના વિસ્તારમાં આવેલા 38 ગામોને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલા છે. જાહેરનામાં મુજબ આ ગામડાઓમાં 26 પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, નિયંત્રણ અને છૂટછાટની યાદી સમાવેશ કરવામાં આવેલો છે. જેની અમલવારી બાબતે વન વિભાગ દ્વારા સુબિર મામલતદારને પત્રવ્યવહાર કરી જાણ કરેલો છે તો ડાંગ BTSની માંગણી છે કે આ તમામ કાર્યવાહી રદ કરવામાં આવે.
ડાંગમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા અંગે BTS દ્વારા કલેક્ટરને રજૂઆત ડાંગમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા અંગે BTS દ્વારા કલેક્ટરને રજૂઆત ડાંગ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો આક્ષેપડાંગ જિલ્લા BTSનો આક્ષેપ છે કે ઇકો સેન્સિટિવ ઝોન અંગે જે પત્રવ્યવહાર થયેલો છે તે માટે 38 ગામનાં રેવન્યુ જમીનના મૂળ માલિકને જાણ કરવામાં આવેલી નથી. નિયમ મુજબ 135-ડી ની નોટિસ પણ આપવામાં આવેલી નથી. તેમજ પેસા કાયદો 1996/98 અને કેદ્ર સરકારનાં મોડેલ રુલ્સ 2010 અને ગુજરાત સરકારના નિયમો 2017 મુજબ જે તે ગામની ગ્રામસભામાં આ મુદ્દાઓનાં એજન્ડાને લઈ વિગતવાર ચર્ચા કરવામાં આવેલ નથી કે કોઈ ગામનાં લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો નથી. 23 નવેમ્બર 2020થી અલગ અલગ ગ્રામ પંચાયતના સ્તરે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલુ હતું. પરંતુ તેમાં પણ આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલી નથી. 38 ગામનાં મૂળ માલિકોને અંધારામાં રાખીને 7/12 નાં બીજા હડકમાં વન વિભાગના સહ માલિક તરીકે જોડવા અને ઇકો સેન્સ્ટિવ ઝોન તરીકે નોંધ કરવા એકતરફી કાર્યવાહી કરવામાં આવેલી છે.
ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા BTS ની માંગણી ઇકો સેન્સિટિવ ઝોનની કાર્યવાહી તાત્કાલિક ધોરણે રદ કરવા માટે ડાંગ BTS દ્વારા માંગણી કરેલ છે. રાજ્ય સ્તરે ઇકો સેન્સેટિવ ઝોન તરીકે કમિટીને અરજીમાં દરસાવેલ નોટિફિકેશન અને સંબધિત રાજ્ય લેવલે અને જિલ્લા કક્ષા વન વિભાગની કચેરી દ્વારા સુબિર મામલતદારને કરેલા પત્રવ્યવહારની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા માટે BTS દ્વારા માંગણી કરવામાં આવી છે.