ETV Bharat / state

ડાંગમાં 30 એપ્રિલ સુધી કોવિડ-19 માર્ગદર્શિકાના પાલન માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

author img

By

Published : Apr 16, 2021, 2:02 PM IST

Updated : Apr 16, 2021, 4:11 PM IST

સમગ્ર દેશમા કોરોનાની અસરોને નિયંત્રિત કરવાના હેતુસર કેન્દ્ર તથા રાજ્ય સરકારે સમયાંતરે સર્વેલન્સ, કન્ટેઈનમેન્ટ, અને કોવિડ-19ના સંક્રમણ ને રોકવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઈઓ અનુસાર માર્ગદર્શિકા જાહેર કરી છે. ડાંગ જિલ્લામાં 30 એપ્રિલ સુધી આ માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે.

ડાંગ
ડાંગ
  • કોવિડના કારણે ડાંગ જિલ્લામાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
  • ગૃહ વિભાગની માર્ગદર્શિકાની નિયમોનું પાલન કરવા આદેશ
  • જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોરે 12 એપ્રિલે પણ જાહેરનામું બહાર પાડ્યું હતું

ડાંગ: કોરોનાના વધતા જતાં કહેરને કારણે ડાંગ જિલ્લાના કલેક્ટરેે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાં અનુસાર 30 એપ્રિલ સુધી જિલ્લામાં ચૂસ્તપણે કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોર દ્વારા ગૃહ વિભાગના 12 એપ્રિલ સુધીના હુકમ અનુસાર કેટલીક માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે.

આ પણ વાંચો: SSEC અને WHOએ યુવાનો માટે નવી કોવિડ-19 માર્ગદર્શિકા રજૂ કરી, વાંચો વિગત

આ નિયમોનો કરાશે અમલ

  1. 14 એપ્રિલથી લગ્ન કે સત્કાર સમારંભમા બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકાશે નહીં. આ અંગે ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર Online Registration for Organizing Marriage Function પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. મૃત્યુના કિસ્સામા અંતિમવિધિ કે ઉત્તરક્રિયામાં 50થી વધારે વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં.
  3. જાહેર, રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભો, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડાઓ યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
  4. એપ્રિલ તથા મેં માસમા આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમા ઉજવી શકાશે નહીં. તથા જાહેરમા લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમા કુટુંબ સાથે ઉજવવાના રહેશે.
  5. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમા કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા એક દિવસના અંતરે કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.
  6. તમામ ધાર્મિક સ્થાનો 30 એપ્રિલ સુધી જાહેર જનતા માટે બંધ રાખવાની અપીલ કરવામા આવી છે. ધાર્મિક સ્થાનો ખાતેની પૂજાવિધિ સંચાલકો કે પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામા આવે તે સલાહભર્યું છે. શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમા પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામા આવી છે.
  7. ગુજરાત સરકારના ગૃહ વિભાગના 6 એપ્રિલના હુકમ, તથા ડાંગ કલેકટોરેટના 1 એપ્રિલના જાહેરનામાની જોગવાઈઓ યથાવત રાખવામા આવે છે.
  8. દરમિયાન કોવિડ-19ની અન્ય માર્ગદર્શક સુચનાઓનુ દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

Last Updated : Apr 16, 2021, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.