ETV Bharat / state

ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત - ડાંગ લોકલ ન્યુઝ

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને કારમાં સવાર વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માત બાબતે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Serious accident between two cars near Shivarimal village in Dang district
ડાંગ જિલ્લાનાં શિવારીમાળ ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત
author img

By

Published : Nov 6, 2020, 11:33 PM IST

  • શામગહાન SBI બેન્ક મેનેજરની કાર પલટી
  • બે કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
  • સાપુતારા પોલીસે તપાસ હાથ ધરી
  • ઘટનામાં કોઈ જાનહાની નહિ

    ડાંગઃ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને કારમાં સવાર વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માત બાબતે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શામગહાનના SBI બેંક મેનેજરની કાર પલટી

આ અકસ્માતને લઈ ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શુક્રવારે વાંસદાથી શામગહાન જઈ રહેલા SBI બેંકનાં બ્રાન્ચ મેનેજરની કાર તથા મહારાષ્ટ્ર તરફથી સેલવાસ તરફ જઈ રહેલી કાર અથડાઈ હતી. આ બન્ને કાર શિવારીમાળ ગામ નજીકનાં વળાંકમાં પુરપાટ વેગે સામસામે ભટકાતા ઘટના સ્થળે શામગહાનના SBI બેંકનાં બ્રાન્ચ મેનેજરની કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતનાં બનાવમાં બન્ને કારને જંગી નુકસાન થયુ હતુ.

Serious accident between two cars near Shivarimal village in Dang district
ડાંગ જિલ્લાનાં શિવારીમાળ ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત
કારચાલક તથા કારમાં સવાર વ્યક્તિઓને ઈજાઓઆ અકસ્માતમાં સદનસીબે કોઈને પણ મોટી ઈજાઓ પોહચી ન હતી. આ બનાવમાં શામગહાન SBI બ્રાન્ચ મેનેજર સહિત અન્ય કારમાં સવાર એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાબતે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ખાંડ ભરેલી ટ્રક ભેખડ સાથે અથડાઈ, ડ્રાઈવર-કંન્ડક્ટરનો આબાદ બચાવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.