ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ઝરમરીયો વરસાદ, સાપુતારામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો - સાપુતારામાં 1.6 ઇંચ વરસાદ

સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંંધાયો છે. જિલ્લાની મોટા ભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે, ત્યારે સાપુતારામાં પણ 1.6 ઇંચ વરસાદ નોંધાયો હતો.

Rain in Dang
Rain in Dang
author img

By

Published : Sep 5, 2020, 6:50 AM IST

ડાંગઃ જિલ્લાનાં સાપુતારા સહિત આહવા પંથકનાં ગામડાઓમાં થોડા સમય માટે વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.

મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાનાં વરસાદે વિરામ લેતા અહીં દ્રીચક્રીય ઋતુનો અનુભવ થયો હતો. ડાંગ જિલ્લાનાં અમુક પંથકોમાં શુક્રવારે દિવસ દરમિયાન અસહ્ય બફારા બાદ થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન સહિત આહ્વા અને પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા આ પંથકોને સાંકળતા વહેળા, કોતરડા અને ઝરણા ડોહળા નીરની સાથે ફરી સક્રીય બન્યા હતા.

Rain in Dang
Rain in Dang

ડાંગ જિલ્લા સહિત સરહદીય અને ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અંબિકા અને ખાપરી નદીનાં વહેણ ફરીથી ધસમસતા બન્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદની સાથે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા સમગ્ર દ્રશ્યો મનમોહક બન્યા હતા.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 6 કલાકથી સાંજે 6 કલાક સુધીનાં 12 કલાક દરમિયાન આહવા પંથકમાં 06 મિમી, વઘઇ પંથકમાં 03 મિમી, સુબીર પંથકમાં 02 મિમી, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 40 મિમી અર્થાત 1.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.