ડાંગઃ બે વર્ષ બાદ કોરોના સંક્રમણ નાબૂદ થવાને આરે છે. આવા સમયે શરૂ થયેલા વેકેશનમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેને લઈને પણ પ્રવાસીને જરૂરી તમામ સુવિધા સાપુતારામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં (Saputara Hill Station in Dang)આવેલા એક માત્ર એવુ હિલ સ્ટેશન છે. સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે.
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન - સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘટાટોપ જંગલો( Saputara tourist places)વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે. અહીં ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 28થી30 ડિગ્રીથી ઓછુ રહે છે. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલ સ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહીં ફરવા માટેના પોઈન્ટ લીસ્ટ - સનરાઈઝ પોઈન્ટ,નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઈક્કો પોઈન્ટ ,ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, અંબિકા દર્શન, લેક ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, જૈન મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર, આયુર્વેદિક ઔધિઓ ઉદ્યાન, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, આયુર્વેદિક દવાખાનું અને સ્પા, ટેબલ પોઈન્ટ, ઝીપ લાઈન, આર્ટિસ્ટ વિલેજ, તેમજ ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે.
ગુજરાતના સુંદર હિલ સ્ટેશન સાપુતારા વિશે - સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓની પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા - ગુજરાતનુ આ હિલ સ્ટેશન વીકેન્ડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલ સ્ટેશનને વધુને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે. સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે. સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન 30 ડિગ્રી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલ સ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. ત્યાં સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી ખુબજ અદ્ભુત છે.
સાપુતારા તળાવ - સાપુતારાનું તળાવ માનવસર્જીત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. સાપુતારા ઝીલનું ભ્રમણ કરવાનો આનંદ અનેરો અને સ્વર્ગ સમાનછે. એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. સાપુતારા લેક શાંત અને નિર્બાદ પિકનિક સ્પોટ છે જે સાપુતારા ઘાટીના કેન્દ્રમાં સ્થિત છે. આ ઝીલ હિલ પહાડીના તલહટી પર સ્થિત છે, જ્યાંથી તમે પહાડી સૌંદર્યનો આનંદ મનભરીને માણી શકો છો. ઝીલની આસપાસ મનોરંજનની ઘણીબધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે આ ઝીલમાં બોટિંગનો રોમાંચક અનુભવ પણ લઈ શકો છો. આત્મિક અને માનસિક શાંતિ અહીનુ ભ્રમણ ખૂબ વધુ મહત્વ ધરાવે છે. વિકેંડ અહીં 2 દિવસનો સમય કાઢીને સાપુતારાનુ ભ્રમણ કરી શકાય છે.
આ પણ વાંચોઃ નયનરમ્ય નજારોઃ ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું
ઈક્કો પોઇન્ટ - સાપુતારા હિલ સ્ટેશનને ઇક્કો પોઇન્ટ તે જગ્યા છે જ્યાં થોડુ જોરથી બોલવાથી પોતાના અવાજની ગુંજ સંભળાય છે. આ સ્થળ સાપુતારાની પાસે માથેરાનમાં સ્થિત છે. ઈકો પ્લાઈંટ સાપુતારાના સૌથી નજીકના પર્યટન આકર્ષણોમાં ગણવામાં આવે છે. આ ઈક્કો પોઇન્ટ ઝરણાની સાથે પર્યટકોને એક શાનદાર પરિવેશ પ્રદાન કરે છે. અહીં તમે સુંદર પ્રાકૃતિક દ્રશ્યો આનંદ માણી શકો છો. અહીંનું વાતાવરણ ખૂબ શાંત છે જ્યાં થોડો એકાંત સમય પસાર કરી શકાય છે.
ફોરેસ્ટ લોગ હટ - સાપુતારા હિલ સ્ટેશનમાં તમે સુંદર ફોરેસ્ટ લોગ હટ આરામદાયક સુવિધાનો આનંદ લઈ શકો છો. અહીના લોગ હટ અહીં આવનાર પર્યટકો વચ્ચે ખૂબ વધુ પ્રસિદ્ધ છે. અલગ અલગ જગ્યા બનેલા સુંદર ફોરેસ્ટ ઝુપડા અહીંના મુખ્ય આકર્ષણમાં ગણવામાં આવે છે. પર્યટકોમાં ખાસ કરીને નવવિવાહિત જોડાને અહી રોકાવુ ખૂબ વધુ પસંદ છે. આ ઝુપડા ખૂબ સુંદર રીતે બનાવવામાં આવે છે, તેની વાસ્તુ કળા જોવાલાયક હોઈ છે, જે કોઈનુ પણ ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. પર્યટકોને જંગલની વચ્ચે આ ઝુપડાઓમાં દિવસ અને રાત વિતાવાની અનુમતિ છે. અહીં થોડો સમય પસાર કરી તમે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ મનભરીને માણી શકો છો.
લેક ગાર્ડન - સાપુતારાના પ્રાકૃતિક આકર્ષણોમાં તમે અહીં બનેલા લેક ગાર્ડનની સેરનો પ્લાન પણ બનાવી શકો છો. સાપુતારા ઝીલ પાસે બનેલો આ ગાર્ડન એક શાનદાર પિકનીક સ્પોટ પણ માનવામાં આવે છે. આ બગીચામાં તમે ઘણા પ્રકારના સુંદર ફૂલ નિહાળી શકો છો. તમે આ લેક ગાર્ડનના માધ્યમથી આ દુર્લભ વનસ્પતિઓને પણ નિહાળી શકો છો. આ બાગમાં મનોરંજનની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. પરિવાર સાથે એક ક્વોલિટી ટાઈમ અહીં વિતાવી શકાય છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાનાં ડોન હિલ સ્ટેશન પર કુદરતનો અદ્ભૂત નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા
સાપુતારા આદિજાતિ સંગ્રહાલય - સંગ્રહાલયની સ્થાપના 1970માં કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં સ્થાપિત આ સંગ્રહાલય ડાંગ જિલ્લાના મુખ્ય રહેવાસી આદિવાસીઓની સમગ્ર જીવનશૈલી, પોશાક, ઘરેણાં, તહેવારો, ઓજારો, હથિયારોનો ખ્યાલ આપે છે. ડાંગ જિલ્લાના 300 ગામમાં વસતા ભીલ, કસબી, દુબળા, વાલી, ગામિત આદિવાસીઓની સંસ્કૃતિની ઝાખી કરાવે છે. સંગ્રહ આ સંગ્રહાલયના ચાર મુખ્ય વિભાગો છે. તેમાં આદિવાસીઓનાં સંગીતવાદ્યો, પોશાકો, આભૂષણો તેમજ પ્રાગૈતિહાસિક યુગનાં ઓજારો મુખ્ય છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે વાંસના જંગલો આવેલા છે. એટલે કે વાંસ આદિવાસીની તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વાંસમાંથી બનેલા નમૂનાઓ પણ અહીં પ્રદર્શિત છે. આદિવાસીઓનાં કપડાં, વાસણો, પરંપરાગત વસ્તુઓ, ઘરના ઉપયોગી સાધનો, સંગીત વાદ્યો, ગાડાં, આભૂષણો વગેરે મુખ્ય છે. આ ઉપરાંત આદિવાસીનાં દોરાતાં ચિત્રો, ટેટૂ, પથ્થરોનાં સુશોભનો, લાકડા (થડ)નું નકશીકામ, માટીનાં વાસણો, માટીનાં સુશોભનો, રમકડાનો સંગ્રહ પણ છે.
અદ્ભુત દ્રશ્ય ,એડવેન્ચર અને વ્યવસ્થા - કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. જેમા એડવેન્ચરને પસંદ કરતા લોકો માટે એડવેન્ચર સ્પોર્ટસ, પેરાગલડિંગ, ઝીપ લાઈન, રોપ-વે , જુદા જુદા ગાર્ડન તેમજ વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલ સ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય રોકવા માટે હોટલો રેસ્ટોરન્ટ તથા પ્રવાસી ગૃહ ની વ્યવસ્થા છે. બે વર્ષ બાદ કોરોના સંક્રમણ નાબૂદ થવાને આરે છે આવા સમયે શરૂ થયેલા વેકેશનમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેને લઈને પણ પ્રવાસીને જરૂરી તમામ સુવિધા સાપુતારા ખાતે ઉપલબ્ધ છે.