ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આહવા ખાતેના આ સેન્ટર પર મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ‛સખી વન સ્ટોપ સેન્ટર’ નો સંપર્ક કરવા દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠીયાએ જણાવ્યું છે. અહીં પીડિત મહિલાઓ,યુવતિઓ તેમજ સ્ત્રીઓને કાયદાકીય સહાય,પોલીસ સહાય,તબીબી સહાય મળી રહેશે.

શારિરીક હિંસા,જાતિય હિંસા,મહિલાઓનો અનૈતિક વ્યાપાર,181 અભયમ,મહિલા હેલ્પ લાઈન તેમજ સામાજીક સમસ્યાઓમાં માર્ગદર્શન આપવામાં આવશે. હંગામી ધોરણે આશ્રય તેમજ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તાત્કાલિક તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવા 24 કલાક પુરી પાડવામાં આવશે.