ETV Bharat / state

સાપુતારા જવાના હોવ તો આ સમાચાર તમારા માટે, જાણો કયા કયા રસ્તાઓ બંધ - સાપુતારા

ગુજરાતમાં પડી રહેલા(Monsoon Gujarat 2022 )વરસાદના પગલે ડાંગમાં(heavy rains in Dang)ભારે વરસાદ ખાબક્યો છે. રસ્તાઓ પર પત્થરો, વૃક્ષો વગેરે ધરાશાયી થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ માર્ગને પુનઃ પૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના લાશ્કરો કામે લાગ્યા છે.

સાપુતારા જવાના હોવ તો આ સમાચાર તમારા માટે, જાણો કયા કયા રસ્તાઓ બંધ

author img

By

Published : Jul 11, 2022, 8:31 PM IST

ડાંગ:ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે (Rain In Gujarat )ડાંગમાં ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના સાપુતારા માર્ગ અવરોધાયો વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. બારીપાડા-માનમોડી-સુરગાણા-હાથગઢ થઈને સાપુતારા જવા, તથા નાશિકથી વઘઈ તરફ આવતા વાહનચાલકોને માટે રસ્તો બંધ(Roads closed due to heavy rains) કરવામાં આવ્યો છે.

વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ

આ પણ વાંચોઃ વરસાદે ઐતિહાસિક શિવાલયને લેવડાવી જળ સમાધિ, જૂઓ વીડિયો...

લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ - હાથગઢ-સુરગાણા-માનમોડી-બારીપાડા-વઘઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ અપીલ કરી છે. વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમા માટી, પત્થરો, વૃક્ષો વિગેરે ધરાશાયી થતા આ માર્ગને પુનઃ પૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના લાશ્કરો કામે લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમા માટી, પત્થરો, વૃક્ષો વગેરે ધરાશાઈ થતા આ માર્ગને પુનઃ પૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના લાશ્કરો કામે લાગ્યા છે. ત્યાં સુધી કોઈ વાહનચાલકો મુશ્કેલીમા ન મૂકાઈ તે માટે ઉક્ત સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામા આવી છે.

આ પણ વાંચોઃ ડાંગમાં ભારે વરસાદને પગલે તંત્ર અને ફોરેસ્ટની ટીમ સક્રિય, આ રીતે ખુલ્લો કર્યો રસ્તો

ડાંગમાં ભારે વરસાદ - ડાંગ જિલ્લામા ખાબકેલા મુશળધાર (Massive Rainfall in Dang) વરસાદને પગલે ઠેર ઠેર ખાનાખરાબી સર્જાવા પામી હતી. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતા ડુંગરાળ ડાંગ જિલ્લામા ઠેર ઠેર ઘાટ માર્ગો, ડુંગરો, ખીણો, અને ઘનઘોર જંગલ આવેલા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના 18 માર્ગો ઉપર પાણી ભરાયા (Water logging on Road of Dang) છે. જ્યારે વરસાદને કારણે કુલ 26 ગામને સીધી રીતે અસર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.