ETV Bharat / state

સાપુતારા નજીક બસની બ્રેક ફેઈલ, 17 લોકોનો ચમત્કારીક બચાવ

ડાંગઃ સાપુતારા નજીક શિરડીથી અમરેલી જતી બસની બ્રેક ફેઈલ થતાં આગળ જતી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં બસમાં સવાર 17 સાંઈ ભક્તોનો ચમત્કારીક બચાવ થયો છે.

સાપુતારા નજીક બસની બ્રેક ફેઈલ થતાં સર્જાયો અકસ્માત
author img

By

Published : Jul 22, 2019, 10:46 AM IST

ગિરીમથક સાપુતારાથી વઘઈ જતાં આંતર રાજ્ય ધોરી માર્ગ પર સાપુતારા નજીક સામગહાન પાસે મોડી રાત્રે શિરડી સાંઈ ધામથી સુરત થઈ અમરેલી જતી ગુજરાત એસ.ટી. નિગમની સ્લીપર કોચ બસની અચાનક બ્રેઈક ફેઈલ થતાં ગભરાયેલા બસ ચાલકે આગળ ચાલતા દૂધવાહક ટ્રક સાથે બસને ધડાકાભેર અથડાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે, આ ગંભીર અકસ્માતમાં બસમાં મુસાફરી કરનાર 17 સાંઈ ભક્તોનો ચમત્કારીક બચાવ થયો હતો. જેમાંથી 5 લોકોને સામાન્ય ઈજા થતાં સ્થાનિક લોકો દ્વારા નજીકમાં આવેલા સામગહાન સામુહિક કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.

Dang

Intro:સાપુતારા નજીક શિરડી થી અમરેલી બસ ની બ્રેક ફેલ થતાં આગળ જતી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતાં 17 સાંઈ ભક્તો નો ચમત્કારીક બચાવ થયો છે.Body:21 ગિરીમથક સાપુતારા થી વધઈ જતા આંતર રાજય ધોરી માર્ગ ઉપર સાપુતારા નજીક સામગહાન પાસે મોડી રાત્રે શિરડી સાંઈ ધામ થી સુરત થઈ અમરેલી જતી ગુજરાત એસ ટી નિગમ ની સ્લીપર કોચ બસ ની અચાનક બ્રેક ફેલ થતાં ગભરાયેલા બસ ચાલકે બસ દૂધ વાહન ટ્રક સાથે ધડાકા ભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે આ ગંભીર અકસ્માત માં બસમાં મુસાફરી કરનાર 17 સાંઈ ભક્તો નો ચમત્કારીક બચાવ થયો હતો જેમાં પાંચ સાંઈ ભક્તો ને સામાન્ય ઈજા થતા સ્થાનિક લોકો દ્વારા નજીક માં આવેલ સામગહાન સામુહિક કેન્દ્ર માં સારવાર આપવામાં આવી હતીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.