ડાંગ: જિલ્લામાં પોલીસ વડા તરીકે રવિરાજસિંહ જાડેજાએ વિધિવત રીતે પદભાર સંભાળી લેતા પોલીસ સ્ટાફ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા થોડા દિવસ પૂર્વે IPS અને SPS કક્ષાનાં પોલીસ અધિકારીઓને બદલીની સાથે બઢતી આપી હતી.
જે બદલી અને બઢતીમાં ડાંગ જિલ્લાનાં પોલીસ વડા સ્વેતા શ્રીમાળીની જામનગર જિલ્લામાં SP તરીકે બદલી થતા તેઓની ખાલી પડેલી જગ્યાએ ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એસ.પી.તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજાની નિમણૂક થતા ડાંગ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા તરીકે રવિરાજસિંહ જાડેજાએ પદભાર સંભાળી લીધો હતો.
ડાંગ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા તરીકેનો પદભાર સંભાળી લેનારા એસ.પી.રવિરાજસિંહ જાડેજાનું ડાંગ નાયબ પોલીસ અધિક્ષકોમાં જે.આઈ.વસાવા, આર.ડી.કવા તથા એલ.સી.બી પી.એસ.આઈ પી.એચ.મકવાણા, સાપુતારા પી.એસ.આઈ.એમ.એલ.ડામોર,વઘઇ પી.એસ.આઈ.ડી.ડી.વસાવા,સુબીર પી.એસ.આઈ.બી.આર.રબારી.આહવા.પી.એસ.આઈ.પી.એમ.જુડાલ, ડાંગ ટ્રાફીક પી.એસ.આઈ.જયેશભાઇ વળવી સહિતનાં પોલીસ અધિકારીઓએ સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ.