ETV Bharat / state

આહવામાં પ્રાથમિક શિક્ષણ સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રેરિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ લહાનચર્યા અને ગલકુંડ સેન્ટરની યજમાનીમાં યોજાઈ હતી.

dang
ક્રિકેટ ટુર્નામેન્ટ
author img

By

Published : Jan 25, 2020, 8:08 AM IST

ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘનાં હોદ્દેદારો દ્વારા ગતરોજ લહાનચર્યા અને ગલકુંડ વચ્ચેનાં સ્થળે આવેલા મેદાન ઉપર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવામાં પ્રાથમિક શિક્ષણ સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી રણજીતભાઈ પટેલ, ડાંગ શિક્ષક સોસાયટીના પ્રમુખ રામચંદ્ર ભોયે અને મહામંત્રી લહાનુભાઈ સાબળેના હસ્તે કરી રમતનો પ્રારંભ કરાયો હતો. જે ટુર્નામેન્ટમાં આહવા સેન્ટરની 13 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં મોરઝીરા અને પીપરી સેન્ટરનાં શિક્ષકોની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી.

આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ પીન્ટેશ પટેલ, મહામંત્રી મનોજકુમાર ગાવીત, ખજાનચી પ્રદીપ બંગાળ દ્વારા કરાયું હતું. સાથે અહી શિક્ષકોની વિજેતા ટીમને આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પીન્ટેશભાઈ પટેલે અભિનંદન પાઠવી આ રમતોત્સવનો ઉત્સાહ શાળાના બાળકોમાં પણ ઉજાગર કરવા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

Intro:ડાંગનાં આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રેરિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ લહાનચર્યા અને ગલકુંડ સેન્ટરની યજમાનીમાં યોજાઈ હતી.Body:ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘનાં હોદ્દેદારો દ્વારા ગતરોજ લહાનચર્યા અને ગલકુંડ વચ્ચેનાં સ્થળે આવેલ મેદાન ઉપર એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી રણજીતભાઈ પટેલ ,ડાંગ શિક્ષક સોસાયટીનાં પ્રમુખ રામચંદ્ર ભોયે,અને મહામંત્રી લહાનુભાઈ સાબળેનાઓનાં હસ્તે કરી રમતનો પ્રારંભ કરાયો હતો,જે ટુર્નામેન્ટમાં આહવા સેન્ટરની 13 ટીમોએ ભાગ લીધો હતો,જેમાં ફાઇનલ મેચમાં મોરઝીરા અને પીપંરી સેન્ટરનાં શિક્ષકોની ટીમો સફળ રહી હતી,જેમાંથી મોરઝીરા સેન્ટરનાં શિક્ષકોની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી,જ્યારે રનર્સઅપ તરીકે પિંપરી સેન્ટરનાં શિક્ષકોની ટીમ વિજેતા બની હતી.Conclusion:આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ પીન્ટેશભાઈ પટેલ,મહામંત્રી મનોજકુમાર ગાવીત,ખજાનચી પ્રદીપભાઈ બંગાળ દ્વારા કરાયુ હતુ, સાથે અહી શિક્ષકોની વિજેતા ટીમને આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ પીન્ટેશભાઈ પટેલે અભિનંદન આપી આ રમતોત્સવનો ઉત્સાહ શાળાનાં બાળકોમાં પણ ઉજાગર કરવા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.