- ખાલી પડેલી 8 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી
- ડાંગ બેઠક પર ચૂંટણી તંત્ર સજ્જ
- મતવિસ્તારની પેટા ચૂંટણીમાં 1,78,157 મતદારો
- 9 ઉમેદવારો વચ્ચે જંગ
ડાંગ:જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા ચૂંટણી તંત્રે મતદાન માટેની તમામ કામગીરીઓને આખરી ઓપ આપી દીધો છે. ટીમ ડાંગ દ્વારા આ વખતની ચૂંટણી માટે 357 મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. કોરોના કાળને ધ્યાને રાખી "મતનું દાન પણ, અને સ્વાસ્થ્યનું ધ્યાન પણ" રાખવા માટે આરોગ્ય વિભાગને સજ્જ કરાયું છે. 173-ડાંગ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં 1,78,157 મતદારો 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે.
ગત ચૂંટણીઓમાં મતદાન
ડાંગ જિલ્લામાં આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓના પરિણામો ઉપર નજર કરીએ તો અહીં 2014ના લોકસભાની ચૂંટણીમાં 81.33 ટકા, 2017ની વિધાનસભાની ચૂંટણીમા 72.64 ટકા, અને 2019ની લોકસભાની ચૂંટણીમાં 81.23 ટકા મતદાન નોંધાયું હતું.
ડાંગ જિલ્લાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે ચાલે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુદી-જુદી 22 સમિતિઓ રચીને વરિષ્ઠ અધિકારીઓને "નોડલ ઓફિસરો" તરીકે જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત જિલ્લાના 311 ગામોમાં તૈયાર કરાયેલા 357 મતદાન મથકો સાથે સુચારૂ સંપર્ક સૂત્ર જાળવી શકાય તે માટે ઝોનલ/રૂટ ઓફિસરોની નિયુક્તિ કરવામા આવી છે. તો મતદાન મથકની ટીમ માટે જિલ્લામા પોલિંગ અને પ્રિસાઈડિંગ ઓફિસરો સહિતની ટીમને ચૂંટણીની ફરજ સોંપવામા આવી છે.
173-ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી-2020 માટે કુલ 9 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણી જંગ માટે 1 ચૂંટણી અધિકારી, 3 મદદનીશ ચૂંટણી અધિકારીને પણ પ્રમુખ જવાબદારી સોંપવામાં આવી છે.
ડાંગ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરી સંદર્ભે કર્મચારીઓ ગોઠવવામાં આવ્યાં
ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારી, અધિકારીઓને નિયત તાલીમ આપીને આ અગત્યની જવાબદારી માટે સજ્જ કરી દેવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાના આરોગ્યકર્મીઓને આ કપરી કામગીરીને પાર પાડવા માટે સુસજ્જ કરી દેવામા આવ્યા છે.
જ્યારે ચૂંટણી સંબંધિત કામગીરી માટે આહવા સ્થિત સરકારી કોલેજ ખાતે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર કાર્યરત કરવામા આવ્યું છે.
આમ, ડાંગના તમામ વિભાગો, કચેરીઓના અધિકારી, કર્મચારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરની આગેવાની હેઠળ લોકશાહીના જતન સંવર્ધન માટેના આ યજ્ઞકાર્યમાં ખભે ખભા મિલાવીને ફરજ ઉપર તૈનાત થઈ ગયા છે.
કોરોના કાળમાં યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ડાંગનુ ચૂંટણી તંત્ર સજ્જ - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020
ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા ચૂંટણી તંત્રે મતદાન માટેની તમામ કામગીરીઓને આખરી ઓપ આપી દીધો છે. ટીમ દ્વારા આ વખતની ચૂંટણી માટે 357 મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. કોરોના કાળને ધ્યાને રાખી "મતનું દાન પણ, અને સ્વાસ્થ્યનું ધ્યાન પણ" રાખવા માટે આરોગ્ય વિભાગને સજ્જ કરાયું છે.
કોરોના કાળમાં યોજાઈ રહેલી ચૂંટણી માટે ડાંગનુ ચૂંટણી તંત્ર સજ્જ