- ડાંગ જિલ્લામા કોરોનાં વાઈરસનાં કેસોમા વધારો
- ડાંગ ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોનાં પોઝિટિવ
- આરોગ્ય વિભાગે તમામને હોમ કોરેન્ટાઇન કર્યા
ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું ગ્રહણ લાગતા એક પછી એક કોરોનાનાં કેસો વધી રહ્યા છે. ડાંગ જિલ્લામા અગાઉ ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિત તેઓની ધર્મપત્ની હંસાબેન પટેલ તથા ભાજપાનાં મહામંત્રી હરિરામભાઈ સાંવતનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોમકોરોન્ટાઈન કર્યા છે.
જિલ્લામા દરરોજ સરેરાશ 2 થી 3 કેસો સામે આવી રહ્યા છે
ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત સહિત આહવા તાલુકાનાં ચીરાપાડા ગામનાં 25 વર્ષીય યુવક તથા વઘઇ તાલુકાનાં ખાતળ ગામની 12 વર્ષીય તરુણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ.
આ પણ વાંચોઃ ડાંગમાં કોરોના વેક્સિનેશન માટે 5 કેન્દ્ર પર મોકડ્રિલ કરાઈ
જિલ્લામા કુલ આંકડો 184 જ્યારે હાલ 12 એક્ટિવ કેસો
ડાંગ જિલ્લામા અત્યાર સુધીમા કોરોનાનો કુલ આંકડો 184 ઉપર પહોચ્યો છે. જેમાંથી 172 જેટલા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે આજની તારીખે 12 જેટલા દર્દીઓ એક્ટીવ હોવાથી સારવાર હેઠળ છે. ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાં વાઇરસનાં વધતાં કેસોને લઈ દરરોજ સેમ્પલમાં વધારો કરી રહ્યા છે.
જિલ્લામા વધતા કેસોને કલેક્ટર દ્વારા જાહેરનામું
ડાંગ જિલ્લામા વધતા કેસોને લઈ ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરે 31 માર્ચે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા અનલોક 6 ની માર્ગદર્શિકા મુજબ અમુક વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ અને બફરઝોન જાહેર કરવામા આવ્યાં છે. જ્યાં અમુક વિસ્તારમા પ્રતિબંધ લાધવામાં આવ્યો છે, અને જાહેરનામાના સખત પાલન માટે આદેશ આપાયો છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓઓને વેક્સિન અપાઈ