ભારત સરકાર દ્વારા સૌપ્રથમ ડાંગ જિલ્લામાંથી ‛‛Life Certificate Of Pensioner ’’ના પાયલોટ ટેસ્ટીંગની શરૂઆત કરતા ચીફ ઈકોનોમી એડવાઈઝર સુધાકર શુક્લાએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રિય વૃધ્ધ પેન્શન યોજના હેઠળ જિલ્લાના ૬૦ વર્ષથી વધુ ઉંમર અને બીપીએલ ઝીરોથી ૨૦ વચ્ચેનો સ્કોર ધરાવતા લાભાર્થીને માસિક રૂા.૭૫૦/- ની નાણાંકીય સહાય ડી.બી.ટી.મારફત લાભાર્થીના ખાતામાં નિયામક સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર દ્વારા જમા કરાવવામાં આવે છે.
આ લાભાર્થીઓને વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓગષ્ટ માસ અંતિત કુલ રૂા.૨.૩૩ કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની ટીમે બારીપાડા અને બોરખલ ગૃપ ગ્રામ પંચાયતોના લાભાર્થીઓની જિલ્લા સેવા સદન આહવા ખાતે મુલાકાત લીધી હતી.
આ ટીમની લાભાર્થીઓ સાથેની મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી કાજલ ગામીત, એન.આઈ.સી.ઓફિસર સંદિપ ધવલ, ત્રણ તાલુકા મામલતદાર, સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરી, બાલ સુરક્ષા એકમના ચિરાગ જોશી તેમજ સમાજ સુરક્ષા કચેરી સ્ટાફ અને કલેકટર કચેરી સ્ટાફ હેતલબેન પટેલ, સ્તુતીબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.